48 કલાક અતિ ભારે વરસાદની આગાહી,નદીઓ બની ગાંડીતુર,રવિવાર સુધી શાળાઓ રહેશે બંધ
48 કલાક અતિ ભારે વરસાદની આગાહી,નદીઓ બની ગાંડીતુર,રવિવાર સુધી શાળાઓ રહેશે બંધ
ગાંધીનગરઃરાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ કહેરથી અફરા તફરીનો માહોલ બન્યો છે. ત્યારે હજુ આગામી 36કલાક સુધી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્યારે આગામી 48 કલાક અતિભારે વરસાદની આગાહીને પગલે અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયા છે.
સૌરાષ્ટ્રની જીવાદોરી ભાદર સહિત 23 ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે સૌરાષ્ટ્રના 1100થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અને 24 માર્ગો બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રવિવાર સુધી શાળાઓ બંધ રાખવા ડીડીઓને સુચના અાપવામાં આવી છે.
વહેલી સવારે નદીના પુરમાં ગ્રામજનો ફસાયા
ભાવનગરની શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. જેથી તળાજાના પાંચ ગામો બેટમાં ફેરવાયા છે. સરતાનપર બંદર ગામમાં ચાર લોકો પૂરમાં ફસાયા છે. એક મહિલા અને ત્રણ બાળકો શંત્રુંજી નદીના પૂરમાં ફસાયા છે.
અમરેલીના બગસરાના ખારી ગામના લોકો હજુ પણ આઘાતમય
બગસરાના ખારી ગામના લોકો હજુ પણ આઘાતમય છે.પૂરના કારણે ખારી ગામના લોકો આઘાતમાં સરી પડ્યા છે. ગામમાં ઘરમાં પાણી ઘૂસતા બે વૃદ્ધાનું ડૂબી જવાથી મોત નીપજ્યા છે. તેમજ 12 કલાક વિત્યા છતાં તંત્ર દ્વારા કોઈ મદદ નહીં કરાતા રોષ છે. આ વિસ્તારમાંથી કેબિનેટ કક્ષાના બે પ્રધાનો હાજર હોવા છતાં સ્થિતિ જૈસે થે છે.
ઘેડ ગામ બેટમાં ફેરવાયું
સૌરાષ્ટ્રમાં મેઘ કહેર જારી છે ત્યારે પોરબંદરનો ઘેડ પંથક બેટમાં ફેરવાયું છે. ભાદર ડેમના પાણી ગામોમાં ફરી વળ્યા છે. ગામોમાં પાણી ઘૂસતા અનેક રસ્તાઓ બંધ થયા છે. ભાદર-2 ડેમના બે દરવાજા 10 ફૂટ ખોલાયા છે. જેને પગલે કુતિયાણા-જૂનાગઢ જવાનો મુખ્યમાર્ગ બંધ થવા પામ્યો છે.
બે ટ્રેનો કરાઇ રદ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે બે ટ્રેન રદ કરાઇ છે. સૌરાષ્ટ્ર-જબલપુર ટ્રેન, વેરાવળ-અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી આવતી તમામ ટ્રેનો 2થી 3 કલાક મોડી પહોંચી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર