યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં જીતવા માંગે છે અને અમે તેને વિજયી કરવા માંગીએ છીએ, US ડિફેન્સ અને વિદેશ મંત્રી
યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં જીતવા માંગે છે અને અમે તેને વિજયી કરવા માંગીએ છીએ, US ડિફેન્સ અને વિદેશ મંત્રી
યુક્રેનને રશિયા સામે વિજયી બનાવવાની ઈચ્છા - US ડિફેન્સ અને વિદેશ મંત્રી
Russia-Ukraine War: યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ બ્લિંકને કહ્યું, 'જ્યારે યુદ્ધ-ઉદેશ્યોની વાત આવે છે, ત્યારે રશિયા તેમાં સ્પષ્ટપણે નિષ્ફળ થઈ રહ્યું છે. તે યુક્રેનને સંપૂર્ણપણે તાબે કરવા, તેની સાર્વભૌમત્વ છીનવી લેવા, તેની સ્વતંત્રતાનો નાશ કરવા માંગતો હતો. પરંતુ તે આજ સુધી આમ કરી શક્યો નથી.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન (US Secretary of State Antony Blinken) અને સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટી (Lloyd Austin) ને સોમવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાની કિવની (Kyiv) મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelensky) સાથે લગભગ 3 કલાક સુધી રૂબરૂ વાત કરી. આ પછી મીડિયાના પ્રતિનિધિઓને કહ્યું, 'યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં જીતવા માંગે છે અને અમે તેને વિજયી કરવા માંગીએ છીએ. આ અમારી માનસિકતા છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરી ઓસ્ટીને કહ્યું, "જીતવાનું પ્રથમ પગલું એ વિશ્વાસ છે કે તમે જીતી શકો છો." યુક્રેનના રાષ્ટ્રપતિ અને તેની જનતાએ પણ પોતાના પર આ વિશ્વાસ દર્શાવ્યો છે. તેથી જ ઝેલેન્સકી હવે વધુ ટેન્ક, આર્ટિલરી અને અન્ય શસ્ત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કારણ કે લડાઈનું સ્વરૂપ વ્યાપક બની ગયું છે.’
તેમણે કહ્યું, ‘અમે પણ માનીએ છીએ કે તેઓ જીતી શકે છે. જો તેમની પાસે યોગ્ય સાધનો હોય, યોગ્ય સમર્થન હોય. અને અમે જે કરી શકીએ તે બધું કરીશું. અમે યુક્રેનને એક સાર્વભૌમ દેશ તરીકે જોવા માંગીએ છીએ. એક લોકશાહી દેશ, જે તેના સાર્વભૌમ પ્રદેશનું રક્ષણ કરવા સક્ષમ છે. રશિયા તેના ઉદ્દેશ્યોમાં નિષ્ફળ રહ્યું છે, જ્યારે યુક્રેન સફળ થયું છે
યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકને કહ્યું, 'જ્યારે યુદ્ધના ઉદ્દેશ્યોની વાત આવે છે, ત્યારે રશિયા આમાં સ્પષ્ટ રીતે નિષ્ફળ થઈ રહ્યું છે. તે યુક્રેનને સંપૂર્ણપણે તાબે કરવા, તેની સાર્વભૌમત્વ છીનવી લેવા, તેની સ્વતંત્રતાનો નાશ કરવા માંગતા હતા. પરંતુ તે આજ સુધી આમ કરી શક્યા નથી. સાથે જ યુક્રેન પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવામાં સફળ રહ્યું છે.
'અમે રશિયાને નબળું અને યુક્રેનને મજબૂત જોવા માંગીએ છીએ'
અમેરિકી મંત્રીઓએ કહ્યું કે તેઓ રશિયાને એટલા નબળું જોવા માંગે છે કે જ્યાં તે યુક્રેન પર હુમલા જેવા પગલાં ન લઈ શકે. બંને નેતાઓએ વોલોડીમિર ઝેલેન્સ્કી અને તેમના સલાહકારોને કહ્યું કે યુએસ ટૂંક સમયમાં યુક્રેનને $300 મિલિયનથી વધુની સહાય આપશે.
આ સાથે 165 મિલિયન ડોલરના દારૂગોળાના વેચાણને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમેરિકન રણનીતિના ભાગરૂપે યુક્રેન માટે જંગી સમર્થન મેળવવા અને રશિયા સામે ભારે દબાણ લાવવાનો પ્રયાસ છે. આ પ્રયાસોને 30 થી વધુ દેશોનું સંયુક્ત સમર્થન મળી રહ્યું છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર