અનેક લોકો હાલ કોરોના વાયરસના કારણે ઘરે વેક્સિંગ કરવાનું પસંદ કરે છે. વળી કોરોના કાળમાં બજારમાં અનેક તેવા ઉપકરણો પણ મળી રહ્યા છે જેના કારણે ઘરે વેક્સિંગ કરવું સરળ બન્યું છે. પણ તેમ છતાં અનેક વાર આપણને બજાર કે બ્યૂટીપાર્લર જેવું રિઝલ્ટ ઘરે વેક્સ કરવાથી નથી મળતું. હાલ કોરોના વાયરસના કારણે અનેક મહિલાઓનું કામ બેવડાયું છે. જો કે અનલૉક પ્રક્રિયાના કારણે હવે બ્યૂટીપાર્ટલ અને સલૂન ખુલી ગયા છે જ્યાં પૂરતી તકેદારી સાથે તમને તમામ સુવિધા આપવામાં આવે છે. પણ તેમ છતાં ડરના કારણે અનેક મહિલાઓ વેક્સિંગ જેવી જરૂરી વસ્તુઓ માટે બ્યૂટીપાર્લર જવાના બદલે ઘરે જાતે કરવાનો જ પ્રયાસ કરે છે.
પણ ઘણી વાર આમ કરવા જતા વાળ બરાબર ન નીકળવાની સમસ્યા અનેક મહિલાઓની સામે આવે છે. ત્યારે અમે આજે તમને કેટલીક ટિપ્સ આપીશું તે તમને આ કામ સરળતાથી કરવામાં મદદરૂપ થશે. અને તમારું કામ સરળ થઇ જશે.
વેક્સિંગ કરતી વખતે ધ્યાન રાખો કે વેક્સ ખૂબ ઠંડું કે ખૂબ જ ગરમ ન હોય. સાથે જ પીરિયડના સમય વેક્સિંગ કરવાનું ટાળો. અનેક મહિલાઓ આ ભૂલ કરે છે કે વેક્સિંગ કરતા પહેલા હાથ પર ક્રિમ લગાવ્યું હોય છે તેને સાફ નથી કરતી. વેક્સિંગ પહેલા તમારા હાથને બરાબર સાબુ અને પાણીથી સાફ કરી લો. અને પછી ટુવાલથી હાથને એકદમ ડ્રાય કરી લો.
જો તમને પરસેવો વધી થતો હોય કે વાળ બરાબર ન નીકળતા હોય તો હાથ પર વેક્સ કરતા પહેલા કોઇ પણ સાદો ટેલકમ પાવડર લગાવો. અને આવું દરેક વખતે એટલે કે દરેક સ્ટ્રીપ વખતે કરો. આ પછી વેક્સ લગાવીને વાળની વિરુદ્ધ દિશામાં કપડાથી ખેંચો.સાથે જ જો તમારા ઘરમાં એસી હોય તો એસીમાં બેસીને જ વેક્સ કરો. અને જ્યારે તમે વેક્સ કરો છો તો એસીનું તાપમાન 18 થી 20 સેલ્શિયસ વચ્ચે રાખો. જેથી પરસેવાની સમસ્યા નહીં થાયસાથે વેક્સ કર્યા પછી એન્ટીસેપ્ટીક ક્રીમ કે મોશ્ચ્યુરાઇઝર જરૂરથી લગાવો. જેથી તમારી ત્વચા સુવાળી રહે.
" isDesktop="true" id="1041281" >
Disclaimer : ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય જાણકારીને આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. તેના પર અમલ પહેલા જાણકારોની સલાહ લેવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર