સાબરમતીના પાણી મોડી રાતે ખંભાતના પાંચ ગામોમાં ઘુસ્યા
સાબરમતીના પાણી મોડી રાતે ખંભાતના પાંચ ગામોમાં ઘુસ્યા
આણંદઃ આણંદ જીલ્લાના તારાપુર અને ખંભાતના 14 ગામોને સાબરમતિમાં પાણી છોડાતા એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે ગત મોડી રાતે રીન્જા ગામમાં પાણી ઘુસી જતાં દોડધામ મચી હતી. તંત્ર દ્વારા સાંસદે દત્તક લીધેલા આ ગામમાં રાહત કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

આણંદઃ આણંદ જીલ્લાના તારાપુર અને ખંભાતના 14 ગામોને સાબરમતિમાં પાણી છોડાતા એલર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે ગત મોડી રાતે રીન્જા ગામમાં પાણી ઘુસી જતાં દોડધામ મચી હતી. તંત્ર દ્વારા સાંસદે દત્તક લીધેલા આ ગામમાં રાહત કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. આ ઉપરાંત અન્ય ચાર ગામોમાં પણ પાણી ઘુસ્યા છે.
પરંતુ આ ગામોની પ્રજાએ તંત્રની વાતને અવગણી હતી. જેને લઇ ગત રાત્રે તંત્રને દોડવું પડ્યું હતું. મોડી સાંજે જળ સ્તર વધતા નભોઈ અને આણંદ સાંસદે દતક લીધેલ રીન્જા ગામમાં પાણી ઘુસ્યા હતા.
તંત્ર દ્વારા તાબડતોબ સ્થળાંતરની કામગીરી હાથ ધરી લોકોનું સ્થળાંતર કરાવી તેઓ માટે ભોજન સહીતની વ્યવસ્થા કરી હતી. મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા પણ તેઓના મતવિસ્તારની મુલાકાત સાથે આણંદ જીલ્લાના રીન્જા અને નભોઈની મુલાકાત લીધી હતી.
હાલ 5 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા હોવાનું તંત્ર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કદાચ આજે પરિસ્થિતિ વણસે તેવી શક્યતા સેવાઇ રહી છે. આજે પૂનમ હોય દરિયામાં ભરતી આવશે જેને લીધે સાબરમતિમાં છોડવામાં આવેલ પાણી દરિયો લઇ શકશે નહિ. દરિયાના પાણી ભરતી સાથે સામે આવે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ સકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર