અમદાવાદ : C.G રોડના શોરૂમમાંથી દોઢ કરોડની ઘડિયાળ 'ચાદર ગેંગે' ઉઠાવી હતી, ચોંકાવનારી છે ચોરીની ટેકનિક

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને ઝડપી પાડ્યો જ્યારે મુખ્ય આરોપી નેપાળ ભાગી ગયો હોવાની વિગતો સામે આવી

સીજી રોડ ઉપર 'THE GOLDEN TIME' શો-રૂમમાંથી ઉત્તરાયણે ચોરાયેલી ઘડિયાળની કિંમત દોઢ કરોડ રૂપિયાની નીકળી, જુઓ સીસીસીટી વીડિયોમાં કેવી રીતે કરી હતી ચોરી

  • Share this:
સીજી રોડ પર ઘડિયાળ શો (Watch Shop Ahmedabad CG Road)  રૂમમાં થયેલ કરોડો રૂપિયાની ઘડિયાળ (Theft of Watch)) ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) એક આરોપી ધરપકડ કરી છે. જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે,ત્યારે મોંઘીદાટ ઘડિયાળો સાથે આરોપી નેપાળ ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બનાવની વિગતો એવી છે કે  શહેરના સી.જી રોડ પર આવેલ ધ ગોલ્ડન ટાઈમ નામના ઘડિયાળના શોરૂમમાં 14 જાન્યુઆરી રોજ દોઢ કરોડ રૂપિયાની ઘડિયાળની ચોરી કેસમાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે.

ક્રાઇમ બ્રાંચે પકડેલ આરોપી રોહિતકુમાર રાજપૂત શો રૂમની બહાર ચાદર વડે આડશ રાખી હતી જે બાદ ગેંગના સાગીરતો શો રૂમ તાળું તોડી ઘડિયાળો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સીસીટીવી આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા બિહારના ધોરાસહન ગામમાં આરોપી હોવાની બાતમી આધારે આરોપી રોહિતકુમાર ધરપકડ કરવામાં આવી છે.



આ પણ વાંચો : સુરત : વરાછાના હીરા વેપારી સાથે વિચિત્ર ઠગાઈ, 17.27 લાખના હીરા લઈ ગઠિયો છૂમંતર, ચિલ્ડ્રન્સ બેંકની નોટ મળી આવી

પકડાયેલ આરોપી રોહિતકુમાર રાજપૂતની પૂછપરછ સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય ફરાર આરોપી ઈમ્તિયાઝ કલામ દીવાન છે, .ગેંગને ચાદર ગેંગ કહે છે જેમાં આઠ સભ્યોની ગેંગમાંથી અન્ય આરોપીઓ મોંંઘીદાટ ઘડિયાળ લઈ નેપાળ ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ચાદર ગેંગની ચોંકાવનારી ટેકનિક

બીજી બાજુ આ ગેંગ મોડ્સઓપરેન્ડી વાત કર્યે તો આઠ જેટલા સભ્યોની ગેંગ છે..જેમાં પકડાયેલ આરોપી ચાદરની આડશ રાખી જાણેકે પોતાની કરતૂતોને કોઈ જોઈ ના જાય તેમ આડી રાખે છે અને બીજા સાગીરતો ગણતરીની મિનિટોમાં શટરનું લોક તોડી નાખે છે. જેમાંથી એક આરોપી દુકાનમાં પ્રવેશ કરે છે અને કિંમતી સામાનને ટાર્ગેટ બનાવી ચોરી કરી ફરાર થઈ જાય છે.

આ પણ વાંચો :  કચ્છ : SBI ATMમાં ત્રાટકેલા લૂંટારૂં સામે લડતાં લડતાં સિક્યોરિટી ગાર્ડનું મોત, અંજારની કરૂણ ઘટના

આ રીતે અન્ય શો રૂમ ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે જે મામલે તપાસ શરૂ કરી છે..ચદર ગેંગનો મુખ્ય આરોપી ઈમ્તિયાઝ કલામ દીવાન વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે,જો કે ગેંગ ફરાર આરોપી પકડવા ક્રાઇમ બ્રાંચે તપાસ તેજ કરી છે.
Published by:Jay Mishra
First published: