ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ પોતાના પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. જેમાં તે ક્યારેક પાર્ટીમાં જોવા મળે છે તો ક્યારેક પોતાની પુત્રી સાથે મસ્તી કરતો જોવા મળે છે. હાલના દિવસોમાં તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણો એક્ટિવ છે અને તેનું કારણ તેની પુત્રી ઝીવા છે. રવિવારે ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઝીવા અને પોતાનો ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં ઝીવા પોતાના પિતા ધોનીને ડાન્સ સ્ટેપ્સ શીખવાડતી જોવા મળે છે. જે રીતે ઝીવા ડાન્સ કરી રહી છે તેમ ધોની તેની નકલ કરે છે. આ વીડિયોને સાક્ષી ધોની રેકોર્ડ કરી રહી છે.
આ વીડિયોને ધોનીના પ્રશંસકો ઘણા પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વીડિયોને લગભગ 4 લાખ લાઇક મળી ચૂકી છે. ધોની હાલ પોતાની પુત્રી સાથે મસ્તીના વીડિયો શેર કરે છે. આ મસ્તી ભર્યા વીડિયોને પ્રશંસકો ઘણા પસંદ કરી રહ્યા છે.