Home /News /gujarat /

ચેતવણી! ચોમાસામાં મકાન જર્જરિત મકાન પડે તો હાઉસીગ બોર્ડ કે સરકારની જવાબદારી નહીં

ચેતવણી! ચોમાસામાં મકાન જર્જરિત મકાન પડે તો હાઉસીગ બોર્ડ કે સરકારની જવાબદારી નહીં

જર્જરીત મકાન પડે તો સરકારની કે તંત્રની જવાબદારી નહીં

કાયદાનુસાર સ્થાનિક સતામંડળને કો મિલકત ભયજનક જણાતી હોય તો તે તંત્ર સતાની રૂએ તેમાં વસવાટ બંધ કરાવી શકે છે. પરંતુ જર્જરીત મકાનમાં વસવાટ ચાલુ રાખવામાં આવે અને કોઇ અનિચ્છનિય બનાવ બને તો થયેલા નુકશાન સંબંધમાં રહેવાસીની અંગત જવાબદારી બને છે.

વધુ જુઓ ...
અમદાવાદ : રાજ્યના મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે (gujarat housing board) બાંધેલી વસાહતોમાં આવેલા મકાન કે ફ્લેટમાં તે મિલકત (residential house) જર્જરિત કે ભયજનક બની ગયા હોય છતા તેમા લોકો વસવાટ કરે તો તેમા રહેવાસી જ જવાબદાર બનશે. બોર્ડ દ્વારા ચોમાસા સંબંધે સ્પષ્ટ ચેતવણી આપી છે, કે આવા કિસ્સામાં કોઇ અનિચ્છનિય બનાવ બનશે તો તેના માટે બોર્ડ, કે સરકાર (Gujarat Goverment) ની કોઇ જવાબદારી બનશે નહીં.

અત્યંત જર્જરિત કે ભયજનક જાહેર કરવામાં આવેલા મકાનમાં વસવાટ ચાલુ રાખવામાં આવે અને કોઇ અનિચ્છનિય બનાવ બને તો થયેલા નુકશાન સંબંધમાં રહેવાસીની અંગત જવાબદારી બને છે. આ પ્રકારના ખાલી કરવામાં આવેલા અથવા ખાલી કરવાના થતાં મકાનો સંબંધમાં વૈકલ્પિક વ્યવસ્થા, મરામત અથવા જાળવણી અંગે બોર્ડના એક્ટમાં કોઇ જોગવાઇ કરવામાં આવેલી નથી.

અધિકારી સુત્રોએ જણાવ્યું કે, " ધી ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટ 1968માં જર્જરિત જણાતી યોજનાઓ સંબંધમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઇ અનુસાર બોર્ડ દ્વારા બાંધવામાં આવેલી રહેણાંક મિલકતની એકવાર લાભાર્થીને સોંપણી કરી દેવામાં આવે ત્યાર બાદ મકાન કે ફ્લેટની જાળવણી અને દેખરેખ રાખવાની કામગીરી મકાન ધારકે કરવાની રહે છે. તેમજ સહિયારી મિલકત એટલે કે એપાર્ટમેન્ટના કિસ્સામાં લાભાર્થીઓ કે એસોસિએશનની રહે છે, આ મુદ્દે મિલકતની સોંપણી વખતે લાભાર્થી સાથે સતાવાર કરાર કરવામાં આવે ત્યારે જ જાણકારી આપવામાં આવેલી છે. જીડીસીઆર 2004 મુજબ પણ બિલ્ડીંગ મેન્ટેનન્સનું કામ સમયાંતરે માલિક કે કબ્જેદારે કરવાનું રહે છે.

કાયદાનુસાર સ્થાનિક સતામંડળને કો મિલકત ભયજનક જણાતી હોય તો તે તંત્ર સતાની રૂએ તેમાં વસવાટ બંધ કરાવી શકે છે. જેથી આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખીને દુર્ઘટના ટાળી શકાય. ઉપરાંત અત્યંત જર્જરિત કે ભયજનક જાહેર કરવામાં આવેલા મકાનમાં વસવાટ ચાલુ રાખવામાં આવે અને કોઇ અનિચ્છનિય બનાવ બને તો થયેલા નુકશાન સંબંધમાં રહેવાસીની અંગત જવાબદારી બને છે. આ પ્રકારના ખાલી કરવામાં આવેલા અથવા ખાલી કરવાના થતાં મકાનો સંબંધમાં વૈકલ્પિક વ્યવસ્થા, મરામત અથવા જાળવણી અંગે બોર્ડના એક્ટમાં કોઇ જોગવાઇ કરવામાં આવેલી નથી. પરંતુ 75 ટકા લાભાર્થીઓ સંમત થતા હોય તો સરકારની નીતિ અનુસાર રી ડેવલપમેન્ટની પ્રક્રિયા કરી શકાયછે, તેના માટે એસોસિએશને અરજી કરવાની રહેશે.

આ પણ વાંચોGujarat Rain Forecast : વરસાદની તીવ્રતા હજુ વધશે, સર્જાશે જળબંબાકાર, જુઓ કયા જિલ્લામાં કઈ તારીખે રહેશે ધબધબાટી

આવા જર્જરિત મકાનોની યાદી હાઉસિંગ બોર્ડ દ્વારા અગાઉ પણ જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર જર્જરિત મકાનો લઈને ચોમાસા પૂર્વે તમામ જિલ્લા કલેક્ટરો અને મહા નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આદેશો આપવામાં આવે છે. તાજેતરમાં શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જર્જરિત મકાનો ને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat goverment, Gujarat monsoon 2022, Housing scheme, Monsoon 2022, ચોમાસું, મકાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन