સુરત : શહેરમાં Coronaનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ, આ બોર્ડ જ્યાં જોવા મળે ત્યાં સાવધાની રાખો

સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

 • Share this:


  સુરતમાં સતત કોરોનાનું (coronavirus in surat) સંક્ર્મણ વધી રહ્યુ છે, ત્યારે સૌથી કેસ સુરતના રાંદેર (rander surat) ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ ઝોનમાં આવતા લોકો અન્ય ઝોનમાંથી પણ આવતા હોય છે તે ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ ઝોન દ્વારા શહેરમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે લોકોની અવાર જવર પર નિયત્રંણ કરવા માટે મનપા દ્વારા નવતર પ્રયાયોગ કરવામાં આવ્યો છે,અને સમગ્ર ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યા છે.


  લોકોને આ વિસ્તારમાં સંક્ર્મણ હોવા સાથે 'તમે સંક્ર્મણ વાળા હાઇ રિસ્ક (high risk area of surat) વિસ્તારમાં પ્રવેશ કરી રહ્ છો' ના બોર્ડ દ્વારા ચેતવણી આપવાં પ્રયાસ કર્યો છે.  કોરોના મહામારીમાં ગુજરાતમાં દૈનિક પોઝિટિવ કેસમાં સુરત સૌથી આગળ ,છે ત્યારે દરોજ 300 કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં આ સંક્ર્મણ અટકાવ માટે તંત્ર દ્વારા નવતર પ્રયાયોગ કરવામાં આવ્યો છે.


  સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ વિસ્તારમાં ચાલીસ કરતા વધારે માઇક્રો કલસ્ટર બનાવી લોકોની અવરજવર નિયંત્રિત કરાઇ છે.પ રંતુ ઝોન બહારના લોકોની અવરજવર સતત ચાલુ જ છે.


  ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોના લોકો રાંદેર ઝોન વિસ્તારમાં સતત અવરજવર કરતા રહે છે. અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનના લોકોની પણ રાંદેર ઝોનમાં મોટી અવરજવર રહે છે.


  બહારના લોકોની અવરજવર ઓછી થાય અને લોકો ઓછી સંખ્યામાં ભેગા થાય તે માટે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજ સર્કલ, એલ.પી.સવાણી સર્કલ, સ્ટાર બજાર સર્કલ, ભેંસાણ સર્કલ, ઇસ્કોન સર્કલ સહિતના દસ સર્કલ પર ચેતવણીદર્શક બોર્ડ લગાડવામાં આવ્યા છે. જનાથી લોકોની અવાર જવર પર પ્રતિબંધ લાગશે અને લોકો આ ઝોન માંથી અવાર જવર ઓછી કરે તો આ વિસ્તારમાં સક્ર્મણ પણ ઘટી શકે છે.


  આ બોર્ડ જોઇને લોકોને સ્થિતિની ગંભીરતાની ખબર પડે અને ખૂબ જરૂરી કામ હોય તો જ લોકો બહાર નીકળે. લોકો સતર્ક રહે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરે તે માટે દસ જગ્યાએ ચેતવણીદર્શક બોર્ડ તથા ચાલીસથી વધુ જગ્યાએ બફર ઝોન અને કલસ્ટર ઝોનના બોર્ડ લગાડવામાં આવ્યા છે.
  Published by:user_1
  First published: