Home /News /gujarat /

હાઈકોર્ટે હાર્દિક પટેલ અને PAASને આપી રાહત,વળતરની અરજી રદ

હાઈકોર્ટે હાર્દિક પટેલ અને PAASને આપી રાહત,વળતરની અરજી રદ

અમદાવાદઃતોફાનો સમયે થયેલ નુકસાનનું વળતર હાર્દિક પટેલ અને PAAS પાસેથી વસુલવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે હાલ આ અરજીનો નિકાલ કરી હાઇકોર્ટે હાર્દિક પટેલ અને પાસને મોટી રાહત આપી છે.

  • Web18
  • Last Updated :
અમદાવાદઃતોફાનો સમયે થયેલ નુકસાનનું વળતર હાર્દિક પટેલ અને PAAS પાસેથી વસુલવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે હાલ આ અરજીનો નિકાલ કરી હાઇકોર્ટે હાર્દિક પટેલ અને પાસને મોટી રાહત આપી છે.

પાટીદારો દ્વારા 26 ઓગષ્ટે આપવામાં આવેલા બંધના દિવસે રાજ્યભરમાં તોફાની ટોળાએ જાહેર અને ખાનગી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ.આ નુકસાનનુ વળતર મેળવવા માટે થયેલી જાહેરહિતની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે, નુકસાનનુ વળતર મેળવવાની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવે.

જો રાજ્ય સરકાર આ અંગે કોઈ પગલા લે નહીં તો હાઈકોર્ટમાં અરજી કરો.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ અરજી કરવામાં આવેલી છે.મહત્વનુ છે કે હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે તોફાનો સમયે રાજ્યમાં હજારો કરોડની જાહેર અને ખાનગી મિલકતને નુકસાન થયુ છે.આ નુકસાનનુ વળતર પાટીદાર આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસેથી વસુલવા અંગે વિચારણા કરવામાં આવે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, પોલીસ`, ભાજપ, સરકાર, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन