જનતાએ અલ્પેશ અને ધવલસિંહ જેવા પક્ષપલટુ ઉપરાંત બીજેપીને પાઠ ભણાવ્યો : જયરાજસિંહ પરમાર

News18 Gujarati
Updated: October 24, 2019, 3:13 PM IST
જનતાએ અલ્પેશ અને ધવલસિંહ જેવા પક્ષપલટુ ઉપરાંત બીજેપીને પાઠ ભણાવ્યો : જયરાજસિંહ પરમાર
જયરાજસિંહે કહ્યુ કે, જનતા બીજેપીના પક્ષપલટા અને 'ખરીદ-વેચાણ સંઘ'થી હવે થાકી ગઈ છે

જયરાજસિંહે કહ્યુ કે, જનતા બીજેપીના પક્ષપલટા અને 'ખરીદ-વેચાણ સંઘ'થી હવે થાકી ગઈ છે

  • Share this:
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી (Gujarat by elections)માં ખેરાલુ અને લુણાવાડા બેઠક બીજેપી જીતી ગયું છે પરંતુ રાધનપુરમાં અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)નો કારમો પરાજય થયો છે. તો બીજી તરફ ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala) બાયડ બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. થરાદમાં કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput)ની જીત થઈ છે. આમ, સત્તારૂઢ બીજેપી (BJP)ને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પેટાચૂંટણીમાં કૉંગ્રેસ (Congress)ના પ્રદર્શન વિશે વાત કરતાં પાર્ટી પ્રવક્તા જયરાજસિંહ પરમાર (Jayrajsinh Parmar)એ જણાવ્યું કે, જનતાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જેવા પક્ષપલટુઓ ઉપરાંત બીજેપીને બરાબરનો પાઠ ભણાવ્યો છે.

જયરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સરકારનો હાથ ઊંચો રહેતો હોય છે, સરકારી મશિનરીનો દુરુપયોગ થાય, પોલીસનો દુરુપયોગ થાય, વહિવટીતંત્રનો દુરુપયોગ થાય, પૈસાનો બેફામ વેપલો કર્યો છતાંય જનતા ક્યારેય પક્ષપલટુઓ સાથે રહી નહીં. જનતાએ માત્ર પક્ષપલટુ ઉમેદવારોને પાઠ નથી ભણાવ્યો, માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને નહીં પરંતુ બીજેપીને પણ પાઠ ભણાવ્યો છે. ગુજરાતની જનતાએ બીજેપીના ગાલ પર તમાચો માર્યો છે. કારણ કે જનતા બીજેપીના પક્ષપલટા અને 'ખરીદ-વેચાણ સંઘ'થી થાકી ગઈ છે. અને પ્રજાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારે જેને ખરીદવા હોય તેને ખરીદો પણ જનતા આવા લોકોને સ્વીકારશે નહીં. જે રીતના વલણો જોઈ રહ્યા છો એ રીતે કૉંગ્રેસ સ્પષ્ટ રીતે આગળ વધી રહી છે. અમરાઈવાડી વિસ્તાર જે બીજેપીનો ગઢ ગણાય છે ત્યાં પણ તેમના ઉમેદવારને ફાંફાં પડી રહ્યા છે એના પરથી સ્પષ્ટ સંકેત છે કે જનતા પોતાનું પડખું બદલી રહી છે.

'અલ્પેશ ઠાકોર જેવી રાજકીય મહાત્વાકાંક્ષા રાજકારણમાં ચાલે નહીં'

જે રીતે અલ્પેશ ઠાકોર ગુમાનમાં રહેતા હતા, તેમણે ઠાકોર સેનાનો દુરુપયોગ કર્યો, તમામ ઠાકોર સમાજના આગેવાનો, ઠાકોર સેનાના આગેવાનો તમામ લોકો તેમના વિરોધમાં હતા. પહેલા તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને કૉંગ્રેસના સિમ્બોલથી ચૂંટાયા. તેઓ જે દિવસથી ચૂંટાયા તે દિવસથી કહેતા હતા કે હું વિરોધ પક્ષનો નેતા બનું એવી તેમની મહાત્વાકાંક્ષા હતી. આટલી બધી મહાત્વાકાંક્ષી વ્યક્તિ રાજકારણમાં ચાલે નહીં. અલ્પેશ ઠાકોર એકમાત્ર એવી વ્યક્તિ હતી જેના જવાથી આખી પાર્ટીમાં હાશકારો થવાનો હતો અને જ્યાં જવાના હતા ત્યાં ફાળ પડી હતી. સામાન્ય રીતે કોઈ નેતા પાર્ટીમાં આવે તો આનંદ થતો હોય છે પણ અલ્પેશ ઠાકોરથી બીજેપીને ફાળ પડી હતી અને કૉંગ્રેસને હાશકારો થયો હતો. એટલી હદે કૉંગ્રેસના કાર્યકરો અને આગેવાનો થાકી ગયા હતા. અલ્પેશ ઠાકોર કહેતા હતા કે, રૂપાણી સાહેબ પાસે મારી ચેમ્બર હશે, હવે હું વિનંતી નહીં આદેશો કરીશ, લીલી પેનથી મારા ઓર્ડરો થશે, હવે તમે જોઈ લેજો..આવી જે વાતો કરતાં હતાં તેને જનતાએ સ્વીકારી નથી.

'બીજેપીમાં અભિમાન અને ગુમાન આવી ગયા છે'

કૉંગ્રેસ પ્રવક્તા પરમારે વધુમાં કહ્યુ કે, જે રીતે બીજેપી અને તેના આગેવાનો આંખો એમને ખભે આવી ગઈ છે, એમ જે રીતે ગુમાન-અભિમાનમાં રહેતા હતા. 2014ની તમે લોકસભા ચૂંટણી પર જોઈ લો. એના પછી એટલા બધા અભિમાનમાં હતા. 2015માં તાલુકા અને જિલ્લા પંચાયતોની તમામ બેઠકો કૉંગ્રેસે કબજે કરી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં માંડ 9 બેઠકોને કારણે સત્તાથી થોડા દૂર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી કૉંગ્રેસમુક્ત ભારતની વાત કરે છે પણ તેઓ ગુજરાતમાં જ મુક્ત થતાં-થતાં રહી ગયા હતા.આ પણ વાંચો,

થરાદમાં કમળ પર 'ગુલાબ' ભારે પડ્યું, કૉંગ્રેસના ઉમેદવાર 6390 મતે જીત્યા
મને જે બેઠકની જવાબદારી સોંપાઇ હતી તે અમે જીત્યાં છીએ: નીતિન પટેલ
First published: October 24, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading