Home /News /gujarat /

સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? Vivoએ Y સીરીઝ હેઠળ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન

સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો? Vivoએ Y સીરીઝ હેઠળ લોન્ચ કર્યો દમદાર સ્માર્ટફોન

vivo Y series

Mobile Phone: આ ફોનના વેચાણ માટે VV ઈ-સ્ટોર પર પણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની 5000mAh બેટરી અને HD+ ડિસ્પ્લે છે

    ચાઈનીઝ સ્માર્ટફોન કંપની બ્રાન્ડ Vivoએ પોતાની Y સીરીઝ (Vivo Y-Series) માં એક નવો ફોન એડ કર્યો છે. કંપનીએ ભારતમાં Vivo Y21e (Vivo Y21e) લોન્ચ કર્યો છે. આ ફોન તમારા બજેટમાં આવી શકે છે. તેની કિંમત 12,990 રૂપિયા છે.

    આ ફોન બે કલર વેરિઅન્ટ મિડનાઈટ બ્લુ અને ડાયમંડ ગ્લોમાં મળી શકશે.

    આ ફોનના વેચાણ માટે VV ઈ-સ્ટોર પર પણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની 5000mAh બેટરી અને HD+ ડિસ્પ્લે છે. Vivo Y21eમાં 6.51-inch HD+ Halo Full View ડિસ્પ્લે છે, જે ઇન-સેલ ટેકનોલોજી સાથે આવે છે. જેમાં વધુ સારી રીતે વ્યુઇંગ એક્સપિરિયન્સ માટે આંખોના પ્રોટેક્શનવાળો મોડ છે, આ ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. ઉપરાંત, ગ્રાહકો તેમાં ફોનને અનલોક કરવા માટે ફેસ વેકનો ઉપયોગ પણ કરી શકે છે.

    વીવી Y21e (VV Y21e) માં Qualcomm Snapdragon 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે, આ ફોન 3 GB અને 64 GB ROM સાથે આવે છે. આ ફોન Funtouch OS 12 પર કામ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોનમાં યુઝર્સ ખુબ સારી રીતે ગેમિંગનો આનંદ માણી શકે છે.

    13 મેગાપિક્સલ કેમેરા

    આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે, જેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સેન્સર અને 2-મેગાપિક્સલનો સુપર મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનના આગળના ભાગમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. આ ફોનમાં પર્સનલાઈઝ પોટ્રેટ મોડ, સુપર HDR, ફેસ બ્યુટી મોડ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

    આ સ્માર્ટફોનમાં પાવર માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. જે 18W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ફોનમાં રિવર્સ ચાર્જિંગ ફીચર પણ છે. Vivo ના આ સ્માર્ટફોનને કંપનીના ગ્રેટર નોઈડામાં સ્થિત પ્લાન્ટમાં બનાવવામાં આવ્યો છે. Vivo Y21e ની જાડાઈ 8.0 mm છે અને તેનું વજન 182 ગ્રામ છે. બજેટમાં સ્માર્ટફોન લેવાનું વિચારતા લોકો માટે આ એક સારો વિકલ્પ હોય શકે છે,
    Published by:Margi Pandya
    First published:

    Tags: Vivo, Vivo Y-Series, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन