કોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP

કોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP
કોર્ટે સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ, સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે : VHP

VHPએ કહ્યું - અગાઉ 1946, 85, 92, 93 સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી છે, 25 વર્ષ પહેલા જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે

 • Share this:
  અમદાવાદ : સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં કોરોનાનો (coronavirus) કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra) ઉપર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) સ્ટે આપ્યો છે. આમ હવે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે. રથયાત્રા કાઢવાના પક્ષમાં વિશ્વ હિન્દુ પરિષદના (VHP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઇએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

  તેમણે કહ્યું હતું કે રથયાત્રા હિંદુ સમાજ ની આસ્થા સાથે સંકળાયેલ છે. ભગવાન વર્ષ માં એક વાર નગરયાત્રાએ નીકળે છે તે ભાવના હિન્દૂ સમાજમાં છે. ગુજરાતમાં 142 વાર રથયાત્રા નીકળી છે. કોરોનાના કારણે આ વખતે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. હાઇકોર્ટ અને સુપ્રીમનો આદેશ પાળવો જોઈએ પણ કોર્ટ એ સમાજની આસ્થાનું ધ્યાન રાખવું જોઈએ.  આ પણ વાંચો - અમદાવાદ :રથયાત્રામાં CM રૂપાણી કરશે પહિન્દ વિધિ, ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીનો લેશે લાભ

  VHPએ કહ્યું હતું કે ઓરિસ્સાની યાત્રા ઇન્ટરનેશનલ યાત્રા છે જ્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે. અમદાવાદની યાત્રા ગુજરાતનું ગૌરવ છે. કોમી રમખાણો વચ્ચે પણ રથયાત્રા નિકળેલી છે. કોર્ટના હુકમના કારણે સરકાર યાત્રા કાઢવામાં બાધ્ય બની છે. સરકાર વટ હુકમ બહાર પાડી યાત્રા કાઢી શકે છે. અમારો આગ્રહ છે કે રથયાત્રા નિકળવી જોઈએ.

  VHPએ વધુમાં કહ્યું હતું કે અગાઉ 1946, 85, 92, 93 સમયે સરકારે વ્યવસ્થા કરી સુરક્ષા આપી યાત્રા સંપન્ન કરાવી છે. 25 વર્ષ પહેલા જો સરકાર વ્યવસ્થા કરી શકતી હોય તો આ સરકાર પણ સક્ષમ છે. સરકારે અને મંદિર ટ્રસ્ટે લોકોની ભાવના સમજવી જોઈએ. આમાં રોક લગાવવાનો પ્રશ્ન નથી, સરકારે મર્યાદિત લોકો સાથે રથયાત્રા કાઢીશું તેવી રજુઆત મુકવી જોઈએ. ગુજરાતની ભાજપની સરકાર સક્ષમ છે. જન સમાજ ને અપીલ છે કે નિયમોનું પાલન કરે. રથયાત્રા નીકળે ત્યારે શંખનાદ જયઘોષ કરી શકાય. ઓછા સમયમાં રથયાત્રા પૂર્ણ થાય તેવું પણ આયોજન કરી શકાય.

  જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે કહ્યું હતું કે 143 વર્ષની પરંપરા જળવાય અને અહી પણ યાત્રા નિકળે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આપણે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવાનું છે અને એ ધ્યાને લઇ ભગવાન જગન્નાથના દર્શન કરવાના છે.
  Published by:News18 Gujarati
  First published:June 22, 2020, 16:27 pm

  ટૉપ ન્યૂઝ