Home /News /gujarat /કોગ્રેસને મોટો ઝટકો: વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામું

કોગ્રેસને મોટો ઝટકો: વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આપ્યું રાજીનામું

કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું રાજીનામું

વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરવામાં આવ્યું છે. આખરે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

  ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. હર્ષદ રિબડિયાએ આજે ​​મોડી સાંજ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળો પણ શરૂ થઈ હતી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.

  આ પણ વાંચો: પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલનું રાજીનામું, કહ્યું, પહેલા જેવુ નથી રહ્યું કોંગ્રેસ

  માણાવદર વિધાનસભા-87ના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આજે ​​સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. હાલ આ વાત સ્પષ્ઠ થઈ નથી કે, તેઓ આગળ કઈ પાર્ટીમાં જોડાશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन