કોહલીએ દાઢીનો કરાવ્યો વીમો, કેએલ રાહુલે વિરાટની લીધી મજા

News18 Gujarati
Updated: June 8, 2018, 10:35 PM IST
કોહલીએ દાઢીનો કરાવ્યો વીમો, કેએલ રાહુલે વિરાટની લીધી મજા

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના પહેરવેશ અને લુક્સને લઈને ખુબ જ સતર્ક રહે છે. હાલના દિવસોમાં જ વિરાટે પોતાની દાઢીને પોતાનું ટ્રેડમાર્ક બનાવી લીધું છે. આઈપીએલ 2018ના સમયે તેમને રવિન્દ્ર જાડેજાએ દાઢી કાપવા માટે આપેલા પડકારને પણ ફગાવી દીધો હતો. તેમને કહ્યું હતું કે, માફ કરજો સાથીઓ પરંતુ હું દાઢી કઢાવવા માટે હાલમાં તૈયાર નથી. જોકે, તમે તમારા મેકઓવર પર શાનદાર કામ કર્યું છે... શુભેચ્છા.

હવે કેએલ રાહુલે કોહલીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા કેપ્ટન પોતાની દાઢીનો વીમો લેતો નજરે પડી રહ્યો છે. આનાથી લાગે છે કે, કોહલીને પોતાની દાઢી પ્રેમમાં એક નવા સ્તર પર પહોંચી ગયો છે. રાહુલે વીડિયો પોસ્ટ કરતાં લખ્યું છે કે, હાહા... વિરાટ કોહલી હું જાણતો હતો કે, તમે પોતાની દાઢીથી પ્રેમ કરો છો પરંતુ દાઢીનો વીમો કરાવવાના સમાચારને આ બાબતને મારા વિશ્વાસને વધુ મજબૂત કરી દીધો હતો.

વિરાટ કોહલી પહેલા કહી ચૂક્યો છે કે, હાલના દિવસોમાં બનેલા વિશેષ તેલોની મદદથી આની દેખભાળ કરવી સરળ રહે છે. તેમને કહ્યું હતું, આની દેખભાલ કરવી મુશ્કેલ નથી કેમ કે, આના માટે તેલ આવી ગયા છે અને આ સરળ છે. થોડૂ તેલ અને આ ઠીક થઈ જાય છે. જ્યારે આ ખુબ જ મોટી અને ભરાવદાર બની જાય છે ત્યારે મને આને ટ્રિમ કરવાની હોય છે. પરંતુ હું આને હટાવીશ નહી.
First published: June 8, 2018, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading