Home /News /gujarat /દારૂડિયો નાગણ સાથે ડાન્સ કરવા લાગ્યો, વીડિયો થયો Viral

દારૂડિયો નાગણ સાથે ડાન્સ કરવા લાગ્યો, વીડિયો થયો Viral

નાગણે દારૂડિયાને અનેક ડંખ મારતાં શરીર ગુલાબી થઈ ગયું, ગામ લોકોએ હૉસ્પિટલ પહોંચાડ્યો

નાગણે દારૂડિયાને અનેક ડંખ મારતાં શરીર ગુલાબી થઈ ગયું, ગામ લોકોએ હૉસ્પિટલ પહોંચાડ્યો

દૌસા : રાજસ્થાન (Rajasthan)ના દૌસા (Dausa)થી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક શખ્સ દારૂ (Alcohol)ના નશામાં ધૂત સાપ (Snake)ની સાથે રમવા લાગ્યો. આ ઉપરાંત દારૂડિયાએ અડધો કલાક સુધી સાપને વારંવાર પકડીને તેની સાથે રમતો રહ્યો અને આ દરમિયાન તે સાપની સાથે ડાન્સ કરતો પણ જોવા મળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દારૂના નશામાં ચૂર શખ્સ સાપની સામે સૂઈ જાય છે. આ દરમિયાન સાપ વારંવાર છૂટવાનો પ્રયાસ કરે છે પરંતુ તેને દારૂડિયો જવા નથી દેતો. ક્યારેક તેને હાથથી પકડી લે છે, તો ક્યારેક તેને ગળામાં પહેરી લે છે.



નાગણે દારૂડિયાને અનેક સ્થળે ડંખ માર્યા

આ દરમિયાન સાપે દારૂડિયાને અનેક સ્થળે ડંખ માર્યા. સાપે ડંખ મારવાની દારૂડિયાની શરીર વાદળી થઈ ગયું. ગામ લોકોને જ્યારે તેની જાણ થઈ તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને દારૂડિયાની સારવાર કરાવવા માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો.

સાપ અને દારૂડિયાનો આ વીડિયો દૌસા જિલ્લાના ગુઢાકટલા ગામનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દારૂડિયાનું નામ પ્રકાશ મહાવર હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો