US Elections 2020: ટ્રમ્પની ધર્મગુરુએ તેમની જીત શરૂ કર્યાં જાદુ-ટોના, આફ્રિકાથી બોલાવ્યા 'દેવદૂત'

ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે પાઉલા વાઇટ

ટ્રમ્પને બીજી વાર ચૂંટણી જીતાડવા તેની ધર્મગુરુ પાઉલા પ્રાર્થના કરી રહી છે. તેણે કહ્યું કે આ માટે મેં આફ્રિકાથી દેવદૂત બોલાવ્યા છે, તેના આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
    US Election Result 2020 : રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની જીત માટે હવે તેને ધર્મગુરુ પાઉલા વ્હાઇટ જાદુ ટોણાની મદદ લેવા એક અજીબ પ્રકારની પ્રાર્થના સભા શરૂ કરી છે. પાઉલાની આ પ્રાર્થના સભાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણી (US Election Result 2020)માં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન (Joe Biden)એ રિપબ્લિક ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રંપ (Donald Trump) વિરુદ્ઘ મજબૂત લીડ મેળવી છે. અને ટ્રંપ હાલ પાછળ પડી રહ્યા છે.

    ત્યારે તેમના ધાર્મિક વિષયના સલાહકાર પાઉલા વાઇટ (Paula White)એ એક અજીબો ગરીબ પ્રાર્થના સભા શરૂ કરી છે. જે આમ તો જાદુ ટોણાં જેવી નજરે પડી રહી છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં પાઉલા કહી રહી છે કે હું જીતનું ગૂંજ સાંભળી રહી છું. ઇશ્વર કહી રહ્યા છે કે આ થઇ ચૂક્યું છે. મેં સાંભાળ્યું છે જીત, જીત, જીત'



    આ વીડિયોમાં ટ્રમ્પને બીજી વાર ચૂંટણી જીતવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પાઉલા કહ્યું કે ટ્રમ્પને જીતવા માટે તેણે દેવદૂત, પ્રભુ યીશૂ મસીહના નામ પર અહીં આવી રહ્યા છે. તે પછી તે લેટિન ભાષામાં કેટલીક પ્રાર્થના કરતી નજરે પડે છે. વીડિયોમાં તે એકની એક વાત વારંવાર રીપિટ કરી રહી છે. અને કહે છે કે મેં જીતનો અવાજ સાંભળ્યો છે. પાઉલાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અને અનેક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.



    આ વીડિયોમાં પાઉલા કહી રહી છે કે તેણે આફ્રિકાથી દેવદૂત બોલાવ્યા છે. જે ટ્રંપની જીતને સુનિશ્ચિત કરશે. જો કે હાલની સ્થિત જોતા લાગે છે બાઇડન જીતની નજીક છે. અને ટ્રંપ તેમની પર સતત ચૂંટણીમાં છેતરપીંડી કરી હોવાનો આરોપ મૂકી રહ્યા છે.

    વધુ વાંચો : સ્વેટર પહેરેલા બકારાનો ફોટો IPS અધિકારીએ કર્યો શેર, લોકોને સમજાવી આ સરસ વાત

    ટ્રમ્પે આ મામલે હવે કોર્ટ જવાની તૈયારી પણ કરી ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડન જ્યાં પોતાની જીતને લઇને હવે સિક્યોર છે ત્યાં જ પોતાની રાજગાદી હાથથી સરકતા હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ટ્રંપની પ્રચાર ટીમના સદસ્યે કહ્યું કે હવે રાજ્યોની મતગણના રોકવા માટે તે કોર્ટનો દરવાજો ખખડાવશે.

    જોર્જિયામાં ટ્રંપની ટીમે આરોપ લગાવ્યો છે કે મોડેથી આવનારા 53 મતદાતાઓને પણ વોટ નાંખવા દીધો. તેમનો દાવો છે કે ચૂંટણી અધિકારી ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે. આ પહેલા મતગણનાની વચ્ચે ડોનાલ્ડ ટ્રંપને દાવો કર્યો હતો કે તે ચૂંટણી જીતી રહ્યા છે. બાઇડનની લીગલ ટીમનું કહેવું છે કે તે કોર્ટમાં ટ્રમ્પની ટીમનો સામનો કરવા તૈયાર છે.
    Published by:Chaitali Shukla
    First published: