સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

8 મિનિટની આ ઑડિયો ક્લિપ સુરતના GJ-5 નામના વૉટ્સએપ ગ્રુપમાંથી વાયરલ થઈ છે.

સુરતમાં 108ના ડ્રાઇવરની સંબંધી સાથેની કથિત ઑડિયો ક્લિપ Viral થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો, સાંભળો સનસાટી ભરી વાયરલ ક્લિપ

  • Share this:
શહેરમાં કોરોના વાયરસને (Surat corona cases)  લઈ સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ત્યારે આ બધા વચ્ચે 108 એમ્બ્યુલન્સ (Vrial audio of 108 driver of surat)ના ડ્રાઇવર પરિચિત સાથે વાત કરતા હોય તેવી એક ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. જેથી  ઓડિયો કલીપ વાયરલ કરનાર 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ વાયરલ ઑડિયો ક્લિપમાં 108નો કથિત ડ્રાઇવર તેના પરીચિતને કહી રહ્યો છે કે સુરતમાં રહેવા જેવી સ્થિતિ નથી. ગઈકાલે તેણે જાતે 70-80 લાશ ગણી હતી પરંતુ સરકરી ચોપડે ફક્ત 4 મોત દર્શાવાયા છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime branch) દ્વારા અજાણ્યા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શહેરમાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ફેક તેમજ વાયરલ મેસેજનો કહેર.સામાન્ય રીતે 108ની સેવા હંમેશા લોકોના જીવ બચાવતી હોય છે. પરંતુ લોકોના જીવ બચાવતીઓ આ જ 108 સેવા પર ગંભીર આરોપ લગાવતી ઓડિયો કલીપ વાયરલ થઈ છે. બે દિવસ અગાઉ સાંજે ક્રાઇમ બ્રાન્ચને એક ઓડિયો કલીપ મળી હતી.

આ પણ વાંચો :    સુરત : સુનિતા યાદવે ફેસબૂક LIVEમાં મોટો ધડાકો કર્યો, કહ્યું-'આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી'

8 મિનિટ અને 19 સેકન્ડની આ ઓડિયો ક્લીપમાં 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવર રમેશભાઈ તેમના પરિચિત ચંદુભાઈ સાથે વાત કરે છે. જેમાં સુરતમાં કોરોનાની સ્થિતી કાબુ બહારની થઇ ગઈ છે અને રોજ 70 થી 80 મોતની સામે સરકાર 3 થી 4 મોત જ બતાવે છે તેમ કહી બચવું હોય તો વતન ચાલ્યા જવાની સલાહ આપે છે. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી તેથી દિવાળી સુધી વતનમાં જ રહેવામાં ભલાઈ છે તેમ કહેતા રમેશભાઈ તેમ પણ કહે છે કે એકતા ટ્રસ્ટવાળા રોડ ઉપર મંડપ બાંધી લાશો મૂકે છે.

હું બીતો નથી પણ બે ત્રણ દિવસમાં લાશો જોઈ ગભરાઈ ગયો છું. દારૂ પીવું છું એટલે જોઈ શકું છું તેવું પણ રમેશભાઈ ઓડિયો ક્લીપમાં કહેતા સંભળાય છે.આ કલીપ જીજે-5 મોટા વરાછા ગ્રુપમાં મુકાયેલી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓડિયો કલીપ કલીપ ફરતી કરનાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો :  હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પોતાની રણનીતિ જણાવી, કહ્યુ- '2022માં 120 બેઠકો જીતીશું'

વાયરલ ક્લિપના અંશો

ડ્રાઇવર : છટકી જાજો અહીંથી સુરતમાં બેકાર સ્થિતિ છે, કાલે તો મેં 70-80 લાશ ગણી, સરકારે બતાવી 3-4

ચંદુભાઈ : તમે આ લાશના ફોટા ન મૂકો અમારો જીવ તાળવે ચોટી જાય છે.

ડ્રાઇવર : કાલે કેટલા મોત બતાવ્યા, 3-4 મેં મારા હાથે 70-80 ગણી. એકતા ટ્રસ્ટ વાળા જે લાશ લઈ જાય છે એમની પાસે જગ્યા નથી.

ચંદુભાઈ : તું તો અંદર છે એટલે તને તો ખબર જ હોય અમારે તારી વાત ગંભીરતા લેવી પડે

ડ્રાઇવર : કાલે તો પર્વતમાં ઓલી હૉસ્પિટલ છે એમાંથી એક માત્ર લાશ હતી. હૉસ્પિટલમાં જગ્યા નથી.

(ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ ઑડિયો ક્લિપની હકીકતની પુષ્ટી કરતું નથી)
Published by:Jay Mishra
First published: