ભરૂચ# ભરૂચના નેત્રંગ તાલુકાના મામલતદાર કે.એન.કાચાની બદલીની માંગ સાથે આજરોજ ગ્રામજનો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ભરૂચના નેત્રંગ ખાતે થયેલ ફટાકડા વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જાય છે. દિવાળીના સમયમાં નેત્રંગના મામલતદાર કે.એન.કાચા દ્વારા ફટાકડાના વેપારીઓને સત્તાનો રોફ બતાવી મફતમાં ફટાકડા પડાવવામાં આવ્યા હતા.
આ બાદ વેપારીઓએ પોલીસ ફરિયાદ કર્યા બાદ મામલતદારની બદલીની માંગ કરી હતી, પરંતુ મામલતદારની બદલી ન કરાતા વેપારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી બંધ પાળવામાં આવી રહ્યો છે, ત્યારે આજરોજ નેત્રંગના ગ્રામજનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મામલતદારની બદલીની માંગ કરી હતી.
ફટાકડા વિવાદ વધુ ઘેરો બનતા મામલતદાર કે.એન.કાચાને તારીખ બીજી જાન્યુઆરી સુધી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે અને અંગે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં રીપોર્ટ પણ કરવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર