Home /News /gujarat /

મોડાસાનું જીવણપુર ગામ છેલ્લા 10 વર્ષથી સરપંચ વિહોણું

મોડાસાનું જીવણપુર ગામ છેલ્લા 10 વર્ષથી સરપંચ વિહોણું

અરવલ્લી# અરવલ્લી જિલ્લાની ચાર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજવાની છે, ત્યારે મોડાસા તાલુકાની જીવણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે આદિજાતિની બેઠક હોવાથી એક પણ આદિજાતિનો મતદાર ના હોવાને કારણે બે ટર્મથી સરપંચની બેઠક ખાલી રહેતા ચૂંટણી વિભાગના આંધળા વહીવટના દર્શન થયા છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અરવલ્લી# અરવલ્લી જિલ્લાની ચાર ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજવાની છે, ત્યારે મોડાસા તાલુકાની જીવણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે આદિજાતિની બેઠક હોવાથી એક પણ આદિજાતિનો મતદાર ના હોવાને કારણે બે ટર્મથી સરપંચની બેઠક ખાલી રહેતા ચૂંટણી વિભાગના આંધળા વહીવટના દર્શન થયા છે.

arv2

રાજ્ય સરકાર નાચૂંટણી વિભાગ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે, ત્યારે આ ચૂંટણીઓ આગામી 10 જાન્યુઆરી એ યોજાવાની છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની જીવણપુર ગ્રામ પંચાયત એક એવી ગ્રામ પંચાયત છે કે, જ્યાં સરપંચની બેઠક આદિજાતિ માટે ફાળવાયેલ હોવાથી આ ગામમાં એકપણ મતદાર અનુસુચિત જન જાતિ નો ના હોવાને કારણે ગઈ ટર્મમાં પણ સરપંચની બેઠક ખાલી રહી હતી અને આ ટર્મમાં પણ સરપંચની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરી શક્યા નહતા. પરિણામે સરપંચ વગર ના વહીવટને કારણે ગામનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

arv1

જીવણપુર ગામમાં પાટીદાર અને બક્ષીપંચ સમાજની વસ્તી છે. આ ગામમાં એકપણ મતદાર અનુસુચિત જનજાતિ નો નથી. અગાઉ ખેત મજૂર તરીકે ગામમાં આદિજાતિ જ્ઞાતિના લોકો રહેતા હતા, પરંતુ છેલ્લી બે ટર્મથી આદિજાતિ વસ્તી ના હોવા છતાં ચૂંટણી પંચના આંધળા વહીવટને કારણે ગામમાં સરપંચ બનવા ઉત્સુક ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકતા નથી અને ગામના વિકાસના કામમાં રૂકાવટ આવે છે. જેથી ચૂંટણી પંચ દ્વારા આવી ત્રુટીઓ દૂર કરી અને જેતે સામાજિક વસ્તીની હયાતી મુજબ સરપંચ તેમજ સભ્યની બેઠકો ફાળવી મુક્ત રીતે ચૂંટણી કરાવવી જોઈએ.

arv4

સરકારના પ્રતિનિધિ પણ આ બાબતને સ્વીકારે છે કે, વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે જીવણપુર ગામમાં બહારથી આવેલા આદિજાતિના ખેત મજૂરી કરવા રહેતા હતા, પરંતુ અમુક સમય પછી તેઓ કામ અર્થે બીજે જતા રહેતા હાલ આ ગામમાં એક પણ મતદાર અનુસુચિત જનજાતિ ના નથી પરિણામે સરપંચ અને વોર્ડ-નંબર-૬ ના સભ્યની બેઠક માટે એકપણ ફોર્મ ભરાયું નથી. જે બાબતે હવે પછીની વસ્તી ગણતરીમાં અનુસુચિત જનજાતિ ના નામ રદ કરાવી અને સરપંચની બેઠકની ચૂંટણી યોજાય તેવા પ્રયત્ન કરવામાં આવશે.

અરવલ્લી જિલ્લાના મોડાસાના જીવણપુર ગામે ઉભી થયેલી આ પરિસ્થિતિ ચુંટણીપંચની બેદરકારીનો ઉત્તમ નમુનો છે. અનામત બેઠક માટે કોઈ ઉમેદવાર નહિ હોવા છતાં વારંવાર અનામત બેઠક જાહેર કરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે વહીવટી તંત્ર આ બાબતે સતર્ક થઇ કામગીરી કરે તો ગામના વિકાસના રથને આગળ ધપાવી શકાય.
First published:

Tags: ઉકેલ, ગામ, ગ્રામજનો, બેઠક, મોડાસા, રજૂઆત, રાજ્ય સરકાર, રોષ, સરપંચ

આગામી સમાચાર