મુંબઇ: અભિનેતા વિજય દેવરાકોંડાની ફિલ્મ 'લીગર' (Liger) ઘણી ચર્ચામાં છે. આજે શનિવારે મેકર્સે 'લીગર'માં વિજય દેવરાકોંડાનું નવું પોસ્ટર રીલિઝ કર્યું છે, જેમાં તે ન્યૂડ જોવા મળી રહ્યો છે. તેના એક હાથમાં બુકે છે, જેના દ્વારા તેણે પ્રાઇવેટ પાર્ટ્સ છુપાવ્યા છે. વિજય દેવરાકોંડાનું આ પોસ્ટર રીલિઝ થવાની સાથે જ ચર્ચામાં આવી ગયો છે. આ પહેલાં આમિર ખાનની ફિલ્મ પીકે માટે આવું જ પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, જેણે વિવાદ સાથે ચર્ચા જગાડી હતી.
ફિલ્મ 'લીગર'ના લીડ એક્ટર વિજય દેવરાકોંડાએ સોશિયલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, એક એવી ફિલ્મ જેણે મારુ બધુ લઇ લીધુ. પર્ફોર્મન્સની રીતે, મેન્ટલી, ફિઝિકલી. અત્યાર સુધીનો મારો સૌથી પડકારરૂપ રોલ હતો. મે તમને મારુ બધુ આપી દીધુ છે. કમિંગ સુન
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.
— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
વિજય દેવરાકોંડાના આ લુક પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. પોસ્ટર અંગે સોશિયલ મીડિયા યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. ઘણા લોકો વિજય દેવરાકોંડાનો આ લુક જોઇને પીકેને યાદ કરી રહ્યા છે, જ્યારે કેટલાકે લખ્યું કે તમે નિરાશ કર્યા છે. અમુક ફેન્સે કહ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા કલાકાર એવા છે જે આ પ્રકારના બોલ્ડ રોલ્સ સ્વીકારે છે. યુઝર્સ પીકેમાં આમિર ખાનના લુકને પણ શેર કરી રહ્યા છે, જેમાં તે કપડા વગર જોવા મળ્યો હતો.
નોંધનીય છે કે, વિજય દેવરાકોંડાની ફિલમ 'લીગર' જાહેર થઇ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મમાં અનન્યા પાંડે ફીમેલ લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડાની સીધી ટક્કર બોક્સર માઇક ટાઇસન સાથે જોવા મળશે. ફિલ્મમાં મકરંદ પાંડે પણ મહત્વના રોલમાં નજરે પડશે. આ ફિલ્મ માટે દર્શકોએ ઘણી રાહ જોઇ છે અને હવે આગામી સમયમાં ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર