ફ્રાંસથી ભારત આવી રહેલા શક્તિશાળી 5 મલ્ટીરોલ લડાકૂ વિમાન રાફેલ (Rafale Fighter Jet) ભારતીય એરસ્પેસની અંદર પ્રવેશી ચૂક્યા છે. અને બપોરે તે અંબાલા એરબેઝમાં લેન્ડ થયા હતા. જે બાદ રાફેલના લેન્ડ થવાનો વીડિયો રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમના ટ્વિટર પર મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે અંબાલા ખાતે ભારતીય વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાની હાજરીમાં વાયુસેનામાં જોડાશે. ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરતી વખતે આ 5 રાફેલનું આકાશમાં ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય એરસ્પેસમાં પ્રવેશની સાથે આ 5 રાફેલનું સ્વાગત બે સુખોઇ એસયૂ30 એમકેઆઇ લડાકૂ વિમાને કર્યું હતું. અને તેનો એક વીડિયો રક્ષામંત્રાલયે ટ્વટિર પર જાહેર કર્યો છે. ત્યારે ભારતની ભૂમિ પર રાફેલના લેન્ડિંગના પહેલા વીડિયો જુઓ અહીં.
ફ્રાંસથી સોમવારે ભારત માટે નીકળેલા 5 રાફેલ આજે અંબાલા એરબેઝ પર લેન્ડ થયા છે. વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ, ભદૌરિયા રણનીતિક અને સામરિક રૂપથી મહત્વપૂર્ણ તેવા અંબાલા એરબેઝ પર રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાત વધશે. આ શક્તિશાળી લડાકૂ વિમાન ભારત આવવા પર પાકિસ્તાન અને ચીન કંઇ પણ મોટું પગલું લેતા પહેલા વિચારશે.
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) July 29, 2020
ભારત દ્વારા ગત બે દાયકામાં જો કોઇ લડાકૂ વિમાનની મોટી ખરીદી કરી હોય તો રાફેલ વિમાન છે. આ વિમાનો ભારતમાં આવવાથી ભારતીય વાયુસેનાની યુદ્ધ કરવાની તાકાત વધશે. ભારતે 23 સપ્ટેમ્બર 2016ના રોજ ફ્રાંસીસી એરોસ્પેસ કંપની દસૉલ્ટ એવિએશનથી 36 રાફેલ લડાકૂ વિમાન 59,000 કરોડ રૂપિયાની કિંમત ખરીદ્યા હતા. અને આની જ એક ખેપ ભારતમાં આવી છે. ચીન સાથે તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે ભારતીય સીમામાં રાફેલની એન્ટ્રીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર