સુરત : ફૂટપાથ પર ગેરકાયદે ચાલતી હોટલમાં મારામારી, વીડિયો વાયરલ

પોલીસની હાજરીમાં મારામારી થઈ રહી હોવાનું વીડિયોમાં નજરે પડે છે, મારામારીના વીડિયોમાં મહિલાઓની ચીસો પણ સંભળાઈ રહી છે.

News18 Gujarati
Updated: September 17, 2019, 9:13 AM IST
સુરત :  ફૂટપાથ પર ગેરકાયદે ચાલતી હોટલમાં મારામારી, વીડિયો વાયરલ
પોલીસની હાજરીમાં મારામારી
News18 Gujarati
Updated: September 17, 2019, 9:13 AM IST
કિર્તેશ પટેલ, સુરત : પાલનપુર પાટીયા વિસ્તારમાં ગેરકાયદે ફૂટપાથ પર ચાલતી હોટલમાં મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ આ મામલો રાંદેર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ મામલે વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બનાવની વિગત પ્રમાણે સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં ગેરકાયદે ફૂટપાથ પર ચાલતી હોટલમાં કેટલાક યુવકો અને હોટલના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. અહીં હાજર લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં અંગત અદાવતમાં મારામારી થઈ હોવાનું લાગા રહ્યું છે. વીડિયોમાં મહિલા ચીસો પણ પાડી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હોવા છતાં મારામારી ચાલું છે. હાલ આ આખો મામલો રાંદેર પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે રવિવારે મોબાઈલ ચોરીની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. હવે મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ કરી છે.
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...