Home /News /gujarat /નેતાજી ભાન ભૂલ્યા: પાદરા ભાજપના ધારાસભ્યનો હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ

નેતાજી ભાન ભૂલ્યા: પાદરા ભાજપના ધારાસભ્યનો હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ

પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Padra BJP MLA shooting: પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય ગેલમાં આવીને કાર્યકરો અને લોકોની ભીડ વચ્ચે ફાયરિંગ કરતા દેખાય છે.

    પાદરા: ભાજપની ઐતિહાસિક જીત બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં વિજય સરઘસ કાઢીને જીતનો ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે પાદરાના ભાજપના ધારાસભ્ય જીતની ખુશીમાં ભાન ભૂલ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ધારાસભ્યએ જીતના ગેલમાં આવીને કાર્યકરો અને ભીડની વચ્ચે ફાયરિંગ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોના પગલે નેતાજી વિવાદમાં આવ્યા છે.

    વિજય સરઘસમાં રૌફ બતાવવા નેતા ભાન ભૂલ્યા

    પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય ગેલમાં આવીને કાર્યકરો અને લોકોની ભીડ વચ્ચે ફાયરિંગ કરતા દેખાય છે. વિજય સરઘસમાં રૌફ બતાવવા નેતા ભાન ભૂલી શક્તિ પ્રદર્શન કરતા દેખાયા હતા. વિજયયાત્રામાં જાહેરમાં હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ થયો છે. હવામાં ગોળીબાર કરતો વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા થઇ રહી છે.


    આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને કચ્છના 9 જિલ્લામાં કોંગ્રેસના થયા સૂપડા સાફ

    પાદરા બેઠક પર દિનેશ પટેલનો જાદુ ન ચાલ્યો

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ચૈતન્યસિંહ ઝાલાની જીત થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંઘની હાર થઈ છે. કોંગ્રેસ અને ભાજપની સામે આમ આદમી પાર્ટીએ સંદીપસિંહ રાજ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પાદરા બેઠક પર દિનેશ પટેલ (દિનુમામા)નો જાદુ જોવા મળ્યો ન હતો અને તેઓ ત્રીજા નંબરે રહ્યાં હતા.

    કોંગ્રેસ પાસેથી આંચકી લીધી બેઠક

    નોંધનીય છે કે, પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાની જીત થઈ છે. આ પહેલા ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી. તે પહેલા 2012માં આ બેઠક પર ભાજપને જીત મળી હતી. આમ, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાંથી બેઠક છીનવી લેતાં ભાજપના જીતેલા ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલા જાણે ગેલમાં આવી ગયા હોય તેમ જાહેરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Vadoara News, Viral videos

    विज्ञापन
    विज्ञापन