સુરત : મંત્રી કાનાણીના સુપુત્ર અને LRD સુનિતા યાદવની બબાલનો Video સામે આવ્યો, લેડી સિંઘમે ભુક્કા બોલાવ્યા

News18 Gujarati
Updated: July 12, 2020, 8:54 AM IST
સુરત : મંત્રી કાનાણીના સુપુત્ર અને LRD સુનિતા યાદવની બબાલનો Video સામે આવ્યો, લેડી સિંઘમે ભુક્કા બોલાવ્યા
મહિલા કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને પ્રકાશ કાનાણીની ફાઇલ તસવીર

પરમદિવસે રાત્રે સુરતના વરાછા વિસ્તારમાં રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના સુપુત્ર પ્રકાશ કાનાણીની મહિલા એલઆરડી સુનિતા યાદવ સાથેની બબાલનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (surat) ગતરોજ એક ઓડિયો વાયરલ (Viral audio) થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar kanani) આવ્યો હતો અને બંને વચ્ચે જીભાજોડી થઈ હતી. જોકે અધિકારીને આ મામલે ફરિયાદ કરતા અધિકારી દ્વારા આ મહિલાની વાત સાંભળવાની જગ્યા પર તેને ખખડાવામાં આવતી. હોવાને લઈને આ મહિલા કર્મચારી દ્વારા ઓડિયો વાઇરલ (Viral audio) કરવામાં આવ્યો હતો. જોકે, પહેલી વાર આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. (video of sunita yadav and prakash kanani) આ વીડિયોમાં પ્રકાશ કાનાણી પિતાના MLA ગુજરાતના ટેગ મારેલી કાર લઈને મિત્રને કોન્સ્ટેબલ પાસેથી છોડાવા માટે ગયા હતા જ્યાં તેમની એલઆરડી સુનિતા યાદવ સાથે રકઝક થઈ હતી. ઘટના વાયરલ થયા બાદ પહેલી વાર વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે. કે લેડી સિંઘમે પ્રકાશ કાનાણીના ભુક્કા બોલાવી અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે.

આ ઘટનામાં બબાલ થયા બાદ સુરતના પોલીસ કમિશનર (police commissioner) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે ACP તપાસ કરશે. પોલીસ કમિશનર દ્વારા વિવાદનો ફણગો ફૂટતા હવે એસીપી સીકે પટેલને તપાસ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :  સુરત : Don સૂર્યા મરાઠી હત્યાકેસનો ફરાર આરોપી પોલીસની કેદમાં, મોટુ કાંડ કર્યા બાદ ઝડપાયો

બનાવની વિગત એવી છે કે તરોજ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કર્મચારીએ તે વિસ્તરમાંમાંથી 10.30 વાગ્યે ગાડી પસાર થતા તેને અટકાવી હતી. જોકે આ ગાડીમાં પાંચ લોકો બેઠા હતા અને સાથે માસ્ક નહિ પહેર્યુ હોવાને લઈને તેમને જાણકારી આપી રહ્યા હતા ત્યારે આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા, અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રના મિત્ર હોવાનું કહીને મહિલા કર્મચારી સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા.



જોકે, મહિલા એલઆરડીએ આ મામલે તેમની સાથે તકરાર થતા વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સગરને જાણ કરી હતી. મહિલા એલઆરડી સુનિતા યાદવે પીઆઈ સગર સાથેની વાતચીતનો ઑડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દરમિયાન સુનિતા યાદવ અને કુમાર કાનાણીના દીકરાના મિત્રો વચ્ચે જે જલદ સંવાદ થયો હતો તેમાં યાદવે પોતે ખાખીધારી હોવાનો પરચો આપી દીધો હતો.

આ પણ વાંચો :  સુરત : મંત્રી કાનાણીના દીકરાની LRD સાથે બબાલનો મામલો, પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ

સોશિયલ મીડિયામાં આઇ સપોર્ટ સુનિતા યાદવ કેમ્પેન

દરમિયાન આ ઘટના અતિ વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયાાં સુનિતા યાદવના સમર્થનમાં આઇ સપોર્ટ સુનિતા યાદવના ટેગ સાથે અભિયાન શરૂ થયું છે જેમાં સુરતની આ મહિલા કોન્સ્ટેબલની ફરજ નિષ્ઠા અને તેણે કરેલી કડક કામગીરીને વધાવી રહ્યા છે.
Published by: Jay Mishra
First published: July 12, 2020, 8:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading