Home /News /gujarat /VIDEO: બનાસકાંઠામાં સરપંચના પુત્ર પર હુમલો! મારામારીના દ્રશ્યો જોઇ લોકો સ્તબ્ધ થઇ ગયા
VIDEO: બનાસકાંઠામાં સરપંચના પુત્ર પર હુમલો! મારામારીના દ્રશ્યો જોઇ લોકો સ્તબ્ધ થઇ ગયા
અમીરગઢના ઇકબાલગઢ નજીક ગઈકાલે યોજાયેલા વિશ્વેશ્વર મહાદેવના મેળામાં મારમારીનો આ વીડિયો છે.
Iqbalgarh Viral Video: શિવરાત્રિએ ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આદિવાસી સમાજનો મેળો યોજાયો હતો. જેમાં રાજસ્થાનના કેટલાક અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો છે.
બનાસકાંઠાના ઈકબાલગઢમાં મારામારી થઇ હોવાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઈકબાલગઢ નજીક વિશ્વેશ્વર મહાદેવના મેળામાં શનિવારે આ બનાવ બન્યો હોવાની ચર્ચા છે. જ્યાં મેળામાં અમીરગઢના ખુણિયાગાના સરપંચના પુત્ર પર હુમલો થયો હતો.
આ ઘાતકિ હુમલા બાદ ઘાયલ સરપંચના પુત્રને હોસ્પિટલ ખસેડાયો અને સારવાર શરૂ કરવામાં આવી છે. જે બાદ ઘટના અંગે ખુણિયાના સરપંચનો આક્ષેપ છે કે ધોકા, હથિયાર લઈને ફરતા યુવકો કે જેઓ 007 વાળા ગ્રુપના છે તેઓ એ મારા પુત્રને માર માર્યો છે.
હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અમીરગઢના ઇકબાલગઢ નજીક ગઈકાલે યોજાયેલા વિશ્વેશ્વર મહાદેવના મેળામાં મારમારીનો આ વીડિયો છે. શિવરાત્રિએ ઈકબાલગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આદિવાસી સમાજનો મેળો યોજાયો હતો. જેમાં રાજસ્થાનના કેટલાક અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો છે.
હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છતાં હજુ સુધી કોઈ જ પોલીસ ફરીયાદ નથી નોંધાઇ. અમીરગઢ પી.આઈ.નું નિવેદન છે કે હજુ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી અમે વીડિયો બાબતે તપાસ કરી રહ્યા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર