ધોની છે 'શેર' તો ન્યૂઝીલન્ડનો આ પ્લેયર છે 'બબ્બર શેર', Video જોઈ કરો ખાતરી!

News18 Gujarati
Updated: January 22, 2019, 10:32 AM IST
ધોની છે 'શેર' તો ન્યૂઝીલન્ડનો આ પ્લેયર છે 'બબ્બર શેર', Video જોઈ કરો ખાતરી!
મેક્કલમ અને ધોનીની ફિટનેસ યુવા પ્લેયર્સને પણ શરમમાં મૂકે તેવી.

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં તે 5 વનડે અને 3 ટી20 મેચ રમશે

  • Share this:
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની ધરતી પર પોતાનો જોશ બતાવવા ઉતરી ચૂકી છે. અહીં તે 5 વનડે અને 3 ટી20 મેચની સીરીઝ રમશે. વનડે સીરીઝની પહેલી મેચ બુધવારે રમાશે. ટીમ ઈન્ડિયાના ફેન્સને ફરી એકવાર પ્લેયર્સથી સારા પ્રદર્શનની આશા હશે, ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોની પાસેથી, જેણી પોતાની ધમાકેદાર બેટિંગથી ટીકાકારોનું મોં બંધ કરી દીધું હતું. 37 વર્ષીય ધોનીએ બેટિંગ ઉપરાંત પોતાની ફિટનેસથી પણ સાબિત કીર દીધું કે તે 2019 વર્લ્ડ કપ નહીં પરંતુ તેનાથી આગળ પણ રમી શકે છે. જોકે, ધોનીની જેમ જ 37 વર્ષનો વધુ એક પ્લેયર છે જે પોતાની ફિટનેસથી ધમાકો મચાવી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કલમની, જેની ફિલ્ડીંગ જોઈ તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો.

મેક્કલમનો જાદુ
બિગ બેશ લીગમાં બ્રિસબેન હીટ અને સિડની સિક્સર્સની વચ્ચે સોમવારે મેચ યોજાઈ, જેમાં બ્રેંડન મેક્કલમે જોરદાર ફિલ્ડીંગનું પ્રદર્શન કર્યું. ઘટના સિડની સિક્સર્સની ઇનિંગની 16મી ઓવરમાં જ્યારે જેમ્સ વિન્સે લોંગ ઓન બાઉન્ડ્રી તરફ હવામાં શોટ રમ્યો. બોલ સીધી 6 રન માટે જઈ રહી હતી કે ત્યારે મેક્કલમે જોરદાર ડાઇવ લગાવીને બોલને બાઉન્ડ્રી લાઇનની અંદર ફેંકી દીધો. જોકે, બોલ ફરીથી બાઉન્ડ્રીની બહાર જ પડવાનો હતો, પરંતુ મેક્કલમ તરત ઉઠ્યો અને તેણે ફરી એકવાર ડાઇવ લગાવીને બોલને બાઉન્ડ્રી લાઇનની અંદર ધકેલી દીધો. 37 વર્ષના મેક્કલમની જોરદાર ફિલ્ડીંગ જોઈ લોકો હેરાન રહી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

 મેક્કલમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે, બીજી તરફ, ધોની કારકિર્દી પણ અંતિમ ફેઝમાં છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ બંને પ્લેયર હજુ પણ ફિટ છે અને તેમની ટિનેસ 20-21 વર્ષન યુવા પ્લેયર ઉપર પણ ભારે પડી શકે છે.

First published: January 22, 2019
વધુ વાંચો
अगली ख़बर