ગીતા મહેતા, ગાંધીનગર ગાંધીનગરમાં યોજાઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ટ્રેડ-શોને રવિવાર બપોરેથી જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો છે. આ શો આજથી જાહેર જનતા માટે ત્રણ દિવસ સુધી ખૂલ્લો રહેશે. વાઇબ્રન્ટ સમિટ-2019નો રવિવાર છેલ્લો દિવસ છે ત્યારે આ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટર જગ્યામાં ગ્લોબલ ટ્રેડ-શોનું આયોજન કરાયું છે.
આ ટ્રેડ-શોમાં 25 જેટલાં સેક્ટરના 1200થી વધુ સ્ટોલનું પ્રદર્શન નિહાળી શકાશે. આ પ્રદર્શનમાં રૉબૉટિક્સથી લઈને લેઝર કટિંગ, થ્રીડી પ્રિન્ટિંગ, હાઇ સ્પીડ રેલ, સ્પેસ, સાયન્સ, ચંદ્ર યાન, ઍરફોર્સ, આર્મી, ટેક્સટાઇલ વગેરે સેક્ટરના સ્ટોલ જોવા મળશે. ટ્રેડ-શોમાં વિશ્વના 40થી વધુ દેશના પ્રતિનિધિઓ દ્વારા તેમના સ્ટોલમાં જુદા જુદા ઇનોવેશનનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ શોમાં દેશની જાણીતી કંપની, રિલાયન્સ અને અદાણી ઉપરાંત અનેક કંપનીના સ્ટોલ છે.
ગ્લોબલ ટ્રેડ-શોમાં લોકો ભાગ લઈ શકે તેના માટે સરકારના યાત્રાધામ વિભાગ દ્વારા ઈ-બસ મૂકવામાં આવી છે. શાળાના બાળકો માટે આ શો એજ્યુકેશનલ ટ્રીમ સમાન બની રહેશે. બાળકોને આ શોમાં દેશની મિડિયમ એન્ડ સ્મોલ મિડિયમ (MSME) પાવર વગેરે ક્ષેત્રતની અદ્યતન ટેકનોલોજી વિશે માહિતી મળી રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર