LIVE NOW

LIVE: સવારે 8 વાગ્યાથી વાવાઝોડાની અસર શરૂ થશે, બપોરે 3 વાગ્યે ત્રાટકશેઃ CM

'વાયુ' વાવાઝોડું વધુ પ્રચંડ બન્યું, ગુજરાતના દરિયાકાંઠે 145થી 170 કિમીની ઝડપે ટકરાશે

gujarati.news18.com | June 13, 2019, 12:20 AM IST
facebook Twitter Linkedin
Last Updated June 13, 2019
auto-refresh

Highlights

12:08 am (IST)
9:30 pm (IST)
Load More
ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાતના દરિયાકાંઠાઓ પર વાયુ વાવાઝોડાનું સંકટ વધુ વિકટ બનતું જાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાયુ વાવાઝોડું હાલ મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમથી 290 કિમી દૂર છે. તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને 13 જૂનના રોજ પોરબંદર અને દીવ, વેરાવળના કાંઠે 155થી 170 કિમીની ઝડપે ટકરાશે. આ દરમિયાન બુધવાર બપોરના 4 વાગ્યા સુધીમાં 1.64 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તકેદારીના ભાગ રૂપે સૌરાષ્ટ્રની રેલવે સેવા બંધ કરવામાં આવી છે તથા પશ્ચિમ રેલવે દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ઓખાથી બે સ્પેશલ ટ્રેન દોડાવવામાં આવશે. વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવા ગાંધીનગર ખાતે સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
corona virus btn
corona virus btn
Loading