ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) : બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની (Vav Constituency) વાત કરીએ તો અહીં જીતના કિંગ મેકર તરીકે ઠાકોર ચૌધરી સમાજનું ભારે પ્રભુત્વ છે. ચૂંટણી પરિણામ (Election Result) જોઇએ તો ભાજપ (BJP) કરતાં કોંગ્રેસનું (Congress) જોર વધુ રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) : બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની (Vav Constituency) વાત કરીએ તો અહીં જીતના કિંગ મેકર તરીકે ઠાકોર ચૌધરી સમાજનું ભારે પ્રભુત્વ છે. ચૂંટણી પરિણામ (Election Result) જોઇએ તો ભાજપ (BJP) કરતાં કોંગ્રેસનું (Congress) જોર વધુ રહ્યું છે.
વાવ વિધાનસભા બેઠક (Vav Assembly ) :ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022) આડે ગણતરીનો સમય બાકી છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સરહદી વિસ્તારમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની (Banaskantha District) વાવ બેઠકની (Vav Constituency) વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) કરતાં કોંગ્રેસનો (Congress) હાથ ભારે રહ્યો છે. જીતના સિકંદરની વાત કરીએ તો અહીંના ઠાકોર (Thakor) અને ચૌધરી (Chaudhary) સમાજ કિંગ મેકર જેવી ભૂમિકામાં છે. આ બે મોટા સમાજ જે તરફી ઝુકે ત્યાં જીતનો જશ્ન જામે છે.
વર્ષ 2022ની ચૂટણીના ભણકારા વાગી રહ્યા છે અને દરેક પક્ષ પોત પોતાની જીત માટેની તૈયારીઓ કરી રહ્યું છે. સામાન્ય રીતે તો ચૂંટણી સમયે કોઈપણ બેઠક કોઈપણ પક્ષ માટે નાની કે મોટી હોતી નથી. દરેક પાર્ટી જીતવા માટે એડીચોટીનુ જોર લગાવતી હોય છે, એવામાં દરેક પક્ષ માટે દરેક બેઠક અતિ મહત્વની બની રહેતી હોય છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંની સાતમી બેઠક અને બનાસકાંઠા જીલ્લામાં અતિ મહત્વની ગણાતી એટલે વાવ બેઠક.
વાવ બેઠકમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, સાંતલપુર તાલુકો (પાટણના કેસરગઢ) અને સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે. 2017ના આંકડા પ્રમાણે આ વિધાનસભા બેઠકમાં અંદાજીત કુલ 2,39,275 મતદાર છે. જેમાં 1,26,696 પુરુષ મતદાર છે. જયારે 1,12,579 મહિલા મતદાર તેમજ 281 પોલીંગ બુથ છે. નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ચૌધરી, ક્ષત્રિયો અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.
ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપ તરફી જ્યારે ઠાકોર વોટબેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલ્લુ નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે, લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.
વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો
વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. અહીં વર્ષ 1967થી 2017 સુધી કુલ 12 ચૂંટણો યોજાઈ ચુકી છે અને આ 12 ચૂંટણીમાંથી 7 વખત કોંગ્રેસે જીતનો પરચમ લહેરાવ્યો છે. આ વાતને વિગતવાર સમજવા માટે ચાલો વર્ષ 1997થી 2017 સુધીના વિધાનસભા ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ.
વર્ષ
ઉમેદવાર
પક્ષ
1967
જે. પી પરમાર
સ્વરાજ્ય પાર્ટી
1972
દોલતભાઈ પરમાર
INC
1975
હેમાભાઈ પરમાર
INC
1980
હેમાભાઈ પરમાર
INC
1985
પરબત પટેલ
INC
1990
માવજીભાઈ પટેલ
જનતાદળ
1995
પરબત પટેલ
સ્વતંત્ર
1998
હેમાજી રાજપૂત
INC
2002
હેમાજી રાજપૂત
INC
2007
પરબત પટેલ
ભારતીય જનતા પાર્ટી
2012
શંકર ચૌધરી
ભારતી જનતા પાર્ટી
2017
ગેનીબેન ઠાકોર
INC
વાવ બેઠક પર પક્ષ પલટાનો આવો છે ઈતિહાસ
ચૂંટણી ભલે વિધાનસભાની હોય કે લોકસભાની, પક્ષપલટો એ કોઈ નવી બાબત નથી. ખાસ કરીને ચૂંટણા પહેલા પક્ષ પલટાનો સિલસિલો જોવા મળતો હોય છે. આવું જ કંઈક વાવ બેઠક પર પણ જોવા મળ્યું છે. 1967ની પ્રથમ ચૂંટણીથી લઈને 2022ની ચૂંટણી પહેલા પણ પક્ષપલટાનો દોર હાલ યથાવત જ જોવા મળ્યો છે.
પરબત પટેલ જે વાવ તાલુકામાં નામી ચહેરો ગણાય છે, તે વર્ષ 1985થી 2002 દરમ્યાન 2 વખત પક્ષપલટો કરી ચૂક્યા છે. તે 1990ની હાર બાદ કોંગ્રેસ છોડીને સ્વતંત્ર ચૂંટણી લડ્યા અને અંતે 2002માં ભાજપમાં જોડાયા હતા.
ગત વર્ષે પણ ભાભરના ખારા ખાતે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20થી વધુ સરપંચ અને ઉપસરપંચોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સિવાય એકસાથે 500 જેટલા કાર્યકરો એકસાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો.
વાવ બેઠક પર આવા છે જાતિગત સમીકરણો
નવા સીમાંકન બાદ વાવ વિધાનસભા બેઠક બે ભાગના વિભાજીત થઈ છે. વાવની બેઠકમાં રાધનપુરના 32 ગામનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને બ્રાહ્મણ જાતિના મતદારો પ્રભુત્વ ધરાવે છે.
આ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો, આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે. આ બેઠક પર જાતિગત મતદારોને સંખ્યામાં જોઈએ તો દલિત 27,000, ચૌધરી 40,000, મુસ્લિમ 13,500, બ્રાહ્મણ 15,000, ઠાકોર 41,000 જૈન 8,000, રબારી 17,000 અને દરબાર 45,000 જેટલા છે.
આમ વાત કરીએ તો સવર્ણ 41 ટકા, ઓબીસી 29 ટકા, એસ.સી. 11 ટકા, એસ.ટી. 4 ટકા, અન્ય 8 ટકા અને મુસ્લિમ 7 ટકા જેટલા છે. જેમાં પણ મારવાડી પટેલ અને આંજણા પટેલ મતદારો પરિણામ પર અસર પાડી શકે તેમ છે. જોકે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આગામી ચૂંટણી ભારે રસાકસીનો જંગ થવાના એંધાણ છે.
વાવ બેઠકની વિશેષતા
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. તેમજ ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે. અગાઉ નાના સમાજના ઉમેદવારો પણ સાંસદ સભ્ય બન્યા છે.
આ સાથે જ સૂઇગામ તાલુકાના (suigam taluka) નડાબેટ સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા (India-Pakistan international border) ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના (Union minister Amit Shah) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા જિલ્લો સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. શક્યતા છે કે નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટ જેવા અન્ય વિકાસના કામો દ્વારા ભાજપ વિકાસની સાથે સાથે આગામી ચૂંટણીમાં મત મેળવવા માટેનો પ્લોટ પણ તૈયાર કરી રહી છે.
ધારાસભ્યની જનતા રેડનો વિવાદ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. આ રેડનો મામલો વધુ બિચક્યો હતો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગામના યુવાનોને સાથે રાખીને જનતા રેડ કરીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બુટલેગરે રેડ કરનાર બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. તેમજ ગેનીબેન વિરુદ્ધ પણ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જો કે રેડ કરનારે સામે ફરિયાદ કરતાં ગેનીબેન ઠાકોર પણ દોડતા થઈ ગયા હતા અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ખેડૂતોનો વીજળી વિવાદ
આ સાથે જ હાલ આ વિધાનસભા બેઠક પર ખેડૂતો દ્વારા વીજળી મામલે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ખેડૂતોના ધરણામાં પહોંચેલા વાવ ધારાસભ્ય ગેનીબેનને પોતાની જ પાર્ટી પર મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારને પણ આ ખેડૂતોએ જ હટાવી હતી. કદાચ આ માંગણીઓ નહીં સ્વીકારય તો 30 વર્ષથી બેઠેલી આ સરકારને પણ આ ખેડૂતો જ હટાવતા વાર નહીં કરે.
ભૂતકાળમાં આમ આદમી પાર્ટીના કાર્યકર મઘાભાઈ પટેલે સાંસદ પરબત પટેલનો સેક્સ વિડીયો અને ફોટો લીક કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ચીમકી આપવામાં આવતા મામલો ગરમાયો હતો. આ વીડિયો વાયરલ થતાં મામલે ઉગ્ર બન્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરી રહેલ તસવીર મુદ્દે સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરી હતી કે, હું આવી કોઈ યુવતીને ઓળખતો નથી અને આ તસવીર મારી નથી. મે મારી જીંદગીમાં કોઈની સાથે કોઈ પણ ખરાબ કૃત્ય કર્યું નથી. કદાચ મારા ફોટાનો ખરાબ રીતે ઉપયોગ કરીને એડિટ કર્યો હોય તો મને ખ્યાલ નથી. તેમણે જણાવ્યું હતું કે, 2016થી આ અંગે મારી પાસે આવીને પૈસા માંગીને મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ કરવામાં આવી છે, પણ મેં કશું ખોટું કર્યું જ નથી તેથી બ્લેક મેઈલિંગને તાબે થવાનો સવાલ જ નથી.
2022ની ચૂંટણીમાં વાવ બેઠકનુ મહત્વ
વાવની વિધાનસભા બેઠક પર મોટાભાગે કોંગ્રેસનુ પ્રભુત્વ જોવા મળ્યું છે. જો કે ભાજપ પણ અહીં શાસન કરવામાં ક્યારેય પાછી પડી નથી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી રહી છે.
હવે જાતિગત સમીકરણો અને નવા સીમાંકન અને અવનવા વિવાદોની વચ્ચે ગેનીબેન ઠાકોરે પણ જીજ્ઞેશ મેવાણીને વાવની બેઠક પરથી ચૂંટણી લડવાનુ આમંત્રણ આપ્યું છે. આસામની જેલમાં છ દિવસ રહીને પરત આવેલા અપક્ષ તરીકે ચૂંટાયેલા અને હવે કોંગ્રેસ સાથે જઇ રહેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આગામી દિવસોમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક બને તો નવાઈ નહીં.
આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જોવાનુ એ રહેશે કે આગામી 2022 ની ચૂંટણીમાં કયો પક્ષ પોતાની જીત માટે કેવી તૈયારી કરે છે અને કયા સમીકરણો જનતાને આકર્ષવામાં સફળ રહે છે.