Home /News /gujarat /

Vastu Tips: પૈસાની ખોટથી પરેશાન હોવ તો વાસ્તુશાસ્ત્રના આ સૂચનો ધ્યાનમાં રાખવા જરૂરી

Vastu Tips: પૈસાની ખોટથી પરેશાન હોવ તો વાસ્તુશાસ્ત્રના આ સૂચનો ધ્યાનમાં રાખવા જરૂરી

વાસ્તુ ટિપ્સ

Vastu Tips: વાસ્તુ મુજબ જો તમારા ઘરના દરવાજા તૂટી ગયા હોય, તેના ખોલ બંધ કરવાથી અવાજ આવે અથવા દરવાજા ખોલ બંધ કરવામાં અટવાઈ જાય તેવી સ્થિતિઓમાં તમને ધન હાનિ થવાની દહેશત રહે છે.

    વાસ્તુ શાસ્ત્ર (Vastushastra) જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવાના અનેક માર્ગો સૂચવે છે. જો તમારી સુખ સમૃદ્ધિમાં ગમે તેટલા પ્રયત્નો બાદ પણ વધારો થતો ન હોય, તો તમે કેટલાક ખાસ વાસ્તુ ઉપાયો (Vastu tips) અજમાવી શકો છો. વાસ્તુ વિના ઘર (Vastu for Home) બનાવવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ કરીને વ્યક્તિ પૈસા ગુમાવવા લાગે છે અને કોઈ પણ કારણ વિના પૈસાનો બગાડ થવા લાગે છે. આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે તમારે ઘર બનાવતી વખતે આર્કિટેક્ચરલ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

    આ ઉપરાંત દોષ નિવારણ માટે વાસ્તુ શાસ્ત્રમાં નિષેધ ગણાતી વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર રહે છે. વસ્તુઓને ખોટી દિશામાં અને ખોટી સ્થિતિમાં રાખવાથી પણ આવી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં પૈસાનું નુકસાન, પૈસા રોકાઈ જવા અને ચોરી થવા બાબતે કયા સૂચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંગે જાણવું જરૂરી છે.

    1. તમે નવું ઘર લીધું હોય અને ત્યાં ગયા પછી સતત પૈસાનું નુકશાન થતું હોય તો તમારા ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે. તમારે આ સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો ઘરના એક ખૂણામાં જ્યાં કોઈની નજર ન પડે ત્યાં ફટકડીનો ટુકડો મૂકી રાખો. આમ કરવાથી તમારા ઘરમાં વસ્તુ દોષ દૂર થશે અને તમને આર્થિક રીતે સધ્ધર બનાવશે.

    2. વાસ્તુ મુજબ જો તમારા ઘરના દરવાજા તૂટી ગયા હોય, તેના ખોલ બંધ કરવાથી અવાજ આવે અથવા દરવાજા ખોલ બંધ કરવામાં અટવાઈ જાય તેવી સ્થિતિઓમાં તમને ધન હાનિ થવાની દહેશત રહે છે. તેથી જો તમારા ઘરના દરવાજામાં આ પ્રકારની સમસ્યા હોય તો શક્ય તેટલી વહેલી તકે તેને ઠીક કરવી જરૂરી છે.

    3. ઘણીવાર આપણે ઘરે નાની નાની બાબતોને અવગણીએ છીએ. ઘરની છત પર ટાંકીમાંથી પાણી લીકેજ અથવા ઘરની અંદરના ક્ષતિગ્રસ્ત નળમાંથી પાણી ટપકતું હોય તેને નજરઅંદાજ કરીએ છે. જોકે, આ બાબત તકલીફ આપી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં નળનું પાણી ટપકવું યોગ્ય નથી. વાસ્તુ માને છે કે, ઘરની આવક પણ હંમેશાં વહેતા પાણીને કારણે પાણીની જેમ વહેવા લાગે છે. મકાન બનાવતી વખતે ડ્રેનેજ હંમેશાં ઘરની દક્ષિણ અથવા પશ્ચિમમાં હોય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

    4. વાસ્તુ નિષ્ણાંતો પણ માને છે કે, ઘરમાં હંમેશા ગેસ કે સ્ટવ પર હંમેશા વાસણ ન હોવું જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.

    (Disclaimer: આ લેખમાં માહિતી અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો)
    First published:

    Tags: Astrology, Vastu dosh, Vastushastra

    આગામી સમાચાર