બેડરૂમ સાથે અટેચ બાથરૂમથી થાય છે અનેક નુકસાન, અપનાવો આ ઉપાય

સુવિધાની દ્રષ્ટીથી જોઈએ તો આવા બાથરૂમ યોગ્ય છે. પરંતુ વાસ્તુની દ્રષ્ટીથી આ યોગ્ય નથી. પરંતુ કેટલાક ઉપાયો છે જેનાથી તમે વાસ્તુના આ દોષને દૂર કરી શકો છો.

સુવિધાની દ્રષ્ટીથી જોઈએ તો આવા બાથરૂમ યોગ્ય છે. પરંતુ વાસ્તુની દ્રષ્ટીથી આ યોગ્ય નથી. પરંતુ કેટલાક ઉપાયો છે જેનાથી તમે વાસ્તુના આ દોષને દૂર કરી શકો છો.

 • Share this:
  અત્યારે શહેરી સંસ્કૃતિ અને સીમિત જગ્યાવાળા ઘરોમાં સામાન્ય રીતે બેડરૂમની (Bedroom) સાથે જ બાથરૂમ (Bathroom) અટેલ બનાવવામાં આવે છે. સુવિધાની દ્રષ્ટીથી જોઈએ તો આવા બાથરૂમ યોગ્ય છે. પરંતુ વાસ્તુની (Vastu Shastra) દ્રષ્ટીથી આ યોગ્ય નથી. પરંતુ જગ્યાના અભાવના કારણે તમે પોતાના ઘરમાં બાથરૂમમાં બેડરૂમને અન્ય જગ્યાએ બનાવી નથી શકતા. પરંતુ કેટલાક ઉપાયો છે જેનાથી તમે વાસ્તુના આ દોષને દૂર કરી શકો છો.


  આવી રીતે દર્પણ લગાવોઃ- બાથરૂમમાં ક્યારેય પણ દર્પણ દરવાજાની બરોબર સામે નહીં લગાવવું જોઈએ. જ્યારે જ્યારે બાથરૂમનો દરવાજો ખુલે છે ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા બાથરૂમમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં દરવાજાની સામે દર્પણ હશે તો ઉર્જા દર્પણથી અથડાઈને પાછી ઘરમાં આવશે.


  આ દિશમાં હોવું જોઈએ પાણીનું વહેણઃ- બાથરૂમમાં પાણીનું વહેણ ઉત્તર દિશમાં હોવું જોઇએ. જો સંભવ હોય તો બાથરૂમ ઘરના નૈૃઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ-દિશા)માં બનાવવું જોઈએ. જો શક્ય હોય તો વાયવ્ય કોણ (ઉત્તર પશ્ચિમ દિશા)માં પણ બાથરૂમ બનાવી શકો છો.


  બાથરૂમમાં રાખો આ વસ્તુઃ- મીઠામાં ગજબની આકર્ષણ ક્ષમતા હોય છે. એક વાટકી ભરીને આખું મીઠું બાથરૂમમાં ઉચિત સ્થાન ઉપર રાખો. મીઠું બાથરૂમની નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરીને તેને બાંધી રાખે છે. મીઠું નકારાત્મક ઉર્જાને બાથરૂમમાંથી બેડરુમમાં જવા દેતું નથી.


  સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખોઃ- જો ઘરમાં બાથરૂમ બેડરૂમથી અટેચ હોય તો. સાફ-સફાઈનું વધારે ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં બે વખત બાથરૂમને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ જેનાથી નકારાત્મક ઉર્જા તમારા રૂમમાં ન આવે.


  ક્યારેય પણ ખુલ્લનું ન રાખો બાથરૂમઃ- જો બાથરૂનો દરવાજો બેડરૂમમાં ખુલે છે તો ક્યારે ખુલ્લો ન રાખો. જોકે, બેડરૂમમાં બાથરૂમ હોવું જ ન જોઈએ. જો હોય તો બાથરૂમના દરવાજા ઉપર પડદો પણ લગાવવો જોઈએ. બેડરૂમ અને બાથરૂની ઉર્જાઓનું અરસ્પર આદાન-પ્રદાન થવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે.


  આછા રંગની ટાઈલ્સનો ઉપયોગ કરોઃ- બેડરૂમમાં અટેચ બાથરૂમમાં હંમેશા લાઈટ રંગની ટાઈલ્સનો ઉપયોગ કરવો જોઈએ. ઘાઢ રંગની ટાઈલ્સ નકારાત્મક ઉર્જા ઉત્પન કરે છે. પછી આ ઉર્જા તમારા રૂમમાં આવીને તમારા રૂમનો માહોલ ખરાબ કરે છે.


  શૌચ કરતા સમયે આ દિશામાં રાખો મોંઢુઃ- શૌચાલયની સીટ એવી રીતે રાખવી જોઈએ જેનાથી શૌચ કરતા સમયે મોંઢુ ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય. અને દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ.
  Published by:user_1
  First published: