વાપી: કપરાડા (Kaprada news) તાલુકાનો એક કિસ્સાની આજે આખા રાજ્યમાં (Gujarat news) ચર્ચા છે. કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમા 9મી મે ના રોજ એક અનોખા લગ્ન યોજાવવાના છે. જેમાં એક પતિ બે પત્નીઓ સાથે લગ્ન કરવાનો છે. હાલ સોશિયલ મીડિયામાં આ લગ્નની પત્રિકા વાયરલ થઇ રહી છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ યુવક પ્રકાશ ગાવિત બંને યુવતીઓ સાથે છેલ્લા 14 વર્ષથી લિવઇનમાં રહે છે.
14 વર્ષથી બંને મહિલાઓ સાથે રહે છે
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 14 વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહે છે. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહે છે. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે. જેથી 9મી મેના રોજ અશોક ગાવિત બંને યુવતીઓ સાથે લગ્ન કરવાના છે.
લગ્નની કંકોત્રી વાયરલ
બંને યુવતીઓ થકી બાળકો પણ છે
આ અંગે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં અશોકભાઇએ જણાવ્યુ કે, તેઓ બંને મહિલાઓ સાથે છેલ્લા ચાર વર્ષથી રહે છે. તેમના દ્વારા તેમને બે દીકરીઓ અને બે દીકરા પણ છે.
બંને પત્ની અને સંતાનો સાથે
આ સાથે તેમણે કહ્યુ કે, બંનેના પિયરમાં પણ આ અંગે કોઇ વાંઘો નથી. આ સાથે બંને મહિલાઓને પણ આ અંગે કોઇ વાંઘો નથી. એક લગ્નમાં અન્ય પત્ની પોતાના બાળકો સાથે હાજરી આપશે જ.
"લગ્નનાં 21 ફેરા" રાજ્યમાં અત્યારે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા વલસાડ જિલ્લાના આ અનોખા લગ્ન#VAPIpic.twitter.com/OV5vFuHWzV
મધ્યુપ્રદેશના દહાણુ-બોરડીમાં પણ આવા લગ્ન થયા હતા. બે વર્ષ પહેલાં વાપીની કંપનીમાં કામ કરતાં યુવાનના દહાણુ-બોરડી ખાતે એક જ લગ્ન મંડપમાં વરરાજાએ બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતાં. તે સમયે પણ સોશિયલ મીડિયામાં લગ્ન પત્રિકા અને લગ્નના દિવસની તસ્વીરો સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારે ફરી નાનાપોંઢામાં એક જ લગ્ન મંડપમાં વરરાજા બે કન્યાઓ સાથે લગ્ન કરશે. જેને આખા રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર