Home /News /gujarat /અંડરવર્લ્ડ ડોનનો ભય દુર કરવા વાપીના કોન્ટ્રાક્ટરે દાઉદની જમીન હરાજીમાં ખરીદી

અંડરવર્લ્ડ ડોનનો ભય દુર કરવા વાપીના કોન્ટ્રાક્ટરે દાઉદની જમીન હરાજીમાં ખરીદી

વાપી# કેન્દ્ર સરકાર અન્ડર વર્લ્ડ ડોન દાઉદને સાણસામાં લેવા તમામ ઉપાયો કરી રહી છે, ત્યારે તાજેતરમાં મુબઈ ખાતે એક હોટલમાં દાઉદની 7 સંપત્તિની જાહેર હરાજી કરવામાં આવી છે, ત્યારે આ ચર્ચાસ્પદ હરાજીમા દમણના કદૈયામા આવેલ આવેલ દાઉદની જમીન પણ બોલી લગાવવામા આવી છે. જો કે, આ બોલી બોલનાર કોન્ટ્રકટર મૂડી રોકાણ માટે નહી પણ દેશ ભક્તિ થી પ્રેરાઈને દાઉદના ખોફ ખતમ થાય તે માટે આ જમીન ખરીદી કરી છે. તો જાણો કોણ છે આ ગુજ્જુ કોન્ટ્રકટર?

વાપી# કેન્દ્ર સરકાર અન્ડર વર્લ્ડ ડોન દાઉદને સાણસામાં લેવા તમામ ઉપાયો કરી રહી છે, ત્યારે તાજેતરમાં મુબઈ ખાતે એક હોટલમાં દાઉદની 7 સંપત્તિની જાહેર હરાજી કરવામાં આવી છે, ત્યારે આ ચર્ચાસ્પદ હરાજીમા દમણના કદૈયામા આવેલ આવેલ દાઉદની જમીન પણ બોલી લગાવવામા આવી છે. જો કે, આ બોલી બોલનાર કોન્ટ્રકટર મૂડી રોકાણ માટે નહી પણ દેશ ભક્તિ થી પ્રેરાઈને દાઉદના ખોફ ખતમ થાય તે માટે આ જમીન ખરીદી કરી છે. તો જાણો કોણ છે આ ગુજ્જુ કોન્ટ્રકટર?

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
વાપી# કેન્દ્ર સરકાર અન્ડર વર્લ્ડ ડોન દાઉદને સાણસામાં લેવા તમામ ઉપાયો કરી રહી છે, ત્યારે તાજેતરમાં મુબઈ ખાતે એક હોટલમાં દાઉદની 7 સંપત્તિની જાહેર હરાજી કરવામાં આવી છે, ત્યારે આ ચર્ચાસ્પદ હરાજીમા દમણના કદૈયામા આવેલ દાઉદની જમીનની પણ બોલી લગાવવામા આવી છે. જો કે, આ બોલી બોલનાર કોન્ટ્રકટર મૂડી રોકાણ માટે નહી પણ દેશ ભક્તિથી પ્રેરાઈને દાઉદનો ખોફ ખતમ થાય તે માટે આ જમીન ખરીદી કરી છે. તો જાણો કોણ છે આ ગુજ્જુ કોન્ટ્રકટર?

2

મુંબઈની એક જાણીતી હોટેલમાં અન્ડર વર્લ્ડ ડોનની કેટલીક સંપત્તિની જાહેર નિલામી થઇ હતી. મોટા ભાગના લોકોની નજર દાઉદની દિલ્હી જાયકા હોટલ પર હતી, ત્યારે આ હરાજીમા દાઉદની કુલ 7 સંપત્તિની હરાજી યોજાઈ હતી, ત્યારે લોકોના દિલમા ખોફ ઉભો કરનાર દાઉદની સંપત્તિ ખરીદવા અગાઉ કોઈ તૈયાર થતા ન હતા, અને દર વખતે હરાજી રદ થતી હતી. ત્યારે આ વખતની હરાજી કઈક અલગ જોવા મળી હતી, દાઉદની 7 સંપત્તિ પૈકી દમણના કડિયા ગામે આવેલ ખેતીની 3 ગુંઠા જમીન વાપીના એક કોન્ટ્રાકટર દ્વારા ખરીદાઈ છે. જી હા, સર્વે નંબર 295/3 જમીન વાપીના જયદીપ દલસણીયાએ રૂપિયા 2 લાખમા ખરીદી છે.

વાપીના કોન્ટ્રકટર જયદીપ દલસણીયા અને તેમના પિતાએ 9 તારીખે મુબઈ ખાતે યોજાયેલ હરાજીમા ખાસ હાજર રહ્યાં હતા. દાઉદની આ 7 સંપત્તિ પૈકી કોઈ પણ એક સંપત્તિ ખરીદવા ના નિર્ધાર સાથે હરાજીમા ગયેલ આ પિતા-પુત્રને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, જે સંપત્તિ તમે ખરીદવા માંગો છો, તે સંપતિ કોની છે...જો કે, આ પિતા-પુત્રની જોડીએ જરાય પણ ડર્યા વિના આ જમીન ખરીદી હતી.

જ્યારે તેઓ મુંબઈ ખાતે આ હરાજીમા પહોંચ્યા હતા, ત્યારે તેમને ત્યાનો માહોલ અને લોકોની ચર્ચા પરથી જાણ થઇ હતી કે, તેઓ જે મિલ્કતની હરાજીમા આવ્યા છે, તે મિલ્કત અન્ડર વર્લ્ડ ડોન દાઉદની છે. અને તે સમયેજ તેઓએ નિર્ણય કર્યો હતો કે, આ મિલ્કતમાંથી એક મિલ્કત તો તેમને કોઈપણ સંજોગોમાં ખરીદવીજ છે. એક દેશભક્ત તરીકે અને લોકોના મનમાં ડોન દાઉદનો જે ખોફ છે એ દૂર થાય તે માટે તેમને આ પગલું ભર્યું હતુ.

વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, જ્યારથી આ હરાજી માટે તેમને ટેન્ડરીંગ કર્યું હતુ, ત્યારથી આજ દિન સુધી, તેમણે આ મિલ્કત જોઈ નથી. પરંતુ ખરેખર તો ભારત દેશના નાગરિક અને એક સાચા દેશભક્ત તરીકેજ આ મિલ્કત તેમને ખરીદી હતી અને હજુ સુધી તેમને વિચાર્યું પણ નથી કે, તેઓ આ મિલ્કતનું શુ કરશે. વધુમાં તેમણે કહ્યું હતુ કે, આગામી દિવસોમા આ મિલ્કત તેઓ અન્ય વ્યક્તિને પણ વેચશે નહી.

છેલ્લા ઘણા દસકોથી ડોન દાઉદના નામથી જ જ્યાં લોકો કંપવા માંડે છે, એક સામાન્ય વ્યક્તિ જ્યાં તેની સમક્ષ જવાની વાતથી ડરતો હોય છે. એવામાં વાપીના એક વેપારી એવા જયદીપ ભાઈએ ડોન દાઉદની મિલ્કત માત્ર લોકોના મનમા રહેલો ડોન દાઉદનો ડર દૂર કરવા ખરીદી એક સાચા દેશભક્ત હોવાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
First published:

Tags: અંડર વર્લ્ડ ડોન, દેશભક્તિ, વાપી, વેપારી, હરાજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन