Home /News /gujarat /વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ગાય વચ્ચે આવી હોવાની માહિતી
વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, ગાય વચ્ચે આવી હોવાની માહિતી
વંદે ભારત ટ્રેનને ફરીથી નડ્યો અકસ્માત
વચ્ચે વંદે ભારત ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વંદે ભારત ટ્રેનને ફરીથી નડ્યો અકસ્માત નડ્યો છે. જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન મુંબઈ તરફ જતી વખતે વાપી, સંજાણની વચ્ચે પહોંચતા અકસ્માત સર્જાયો હતો.
વાપી: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરોબર જામ્યો છે, તેની વચ્ચે વંદે ભારત ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વંદે ભારત ટ્રેનને ફરીથી નડ્યો અકસ્માત નડ્યો છે. જણાવી દઈએ કે, વંદે ભારત ટ્રેન મુંબઈ તરફ જતી વખતે વાપી, સંજાણની વચ્ચે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત ગાય વચ્ચે આવી જતા થયો હોવાની વાત સામે આવી રહી છે. હાલ, થોડી સામાન્ય મરામત કરીને ટ્રેનને આગળ મોકવામાં આવી છે.
પહેલીવાર વંદે ભારત ટ્રેનનું અકસ્માત
અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સાતમી ઓક્ટોબરના દિવસે વંદે ભારત ટ્રેનને આણંદ પાસે બીજો અકસ્માત નડ્યો હતો. નડિયાદ-આણંદ વચ્ચેના બોરીયાવી કણજરી સ્ટેશન પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રવાસીઓને કોઈ જાનહાનિ થઈ નથી.
29મી ઓક્ટોબરે વંદે ભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે બળદ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને એન્જિનને પણ નુકસાન પહોંચ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
વંદે ભારતનો ચોથો અકસ્માત
આણંદ (Anand) રેલ્વે સ્ટેશન નજીક 8 નવેમ્બરના રોજ મુંબઈ જતી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી (Vande Bharat train) 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતાની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે, અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો હતો અને તે સમયે મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર