Home /News /gujarat /

પેપર લીક કાંડ : ઇસુદાન ગઢવીએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને શું કરી ચેલેન્જ, જાણો

પેપર લીક કાંડ : ઇસુદાન ગઢવીએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને શું કરી ચેલેન્જ, જાણો

વનરક્ષક પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો

Van Rakshak Exam Paper Leak - ઇસુદાન ગઢવીએ કહ્યું- સ્પર્ધાત્મક પરીક્ષાઓના 10થી 11 પેપર ફૂટ્યા છે, આવી ઘટનાઓમાં ભાજપ હવે યોગ્ય પગલાં નહીં લે તો આપ ઉગ્ર આંદોલન કરશે

અમદાવાદ : વનરક્ષકની 334 જગ્યાઓ (Van Rakshak Exam)માટે લેવાયેલી પરીક્ષામાં (Exam)મહેસાણામાં ગેરરીતિની ઘટનાને પગલે ફરી વિવાદ સર્જાયો છે. પેપર ફૂટવા (Van Rakshak Exam Paper Leak)મામલે ભાજપ હવે યોગ્ય પગલાં નહીં લે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. બીજી તરફ રાજ્યમાં સ્કૂલોની સ્થિતિ અંગે આપના નેતા ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi)શિક્ષણમંત્રી ગામડાઓની શાળાઓમાં સાથે જવા ચેલેન્જ આપી છે.

એવો પણ તેઓએ દાવો કર્યો છે કે રાજ્યની 500 જેટલી એવી શાળાઓ છે જ્યાં ઓરડા સારા નથી. વનરક્ષક પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે ભાજપના મંત્રીઓ પેપર ફૂટ્યું નથી કોપી કેસ છે તેવી વાહિયાત વાત કરે છે. વારંવાર આવી ઘટનાઓ એ આ યુવાનોનું અપમાન છે. પેપરલીક મામલે યુવરાજ સિંહે પુરાવાઓ આપ્યા છે. યુવરાજ સિંહ પુરાવા આપે છે તેઓને સાથ આપવાની જગ્યાએ ભાજપ પ્રવક્તા યુવરાજ સામે જવાબ આપવો નહીં તેવું ભાજપ જાહેર કરે છે. પ્રવક્તા જવાબ આપવાથી કેમ ભાગે છે. એવું લાગે છે દાળમાં કઈક કાળું નહીં પણ પુરી દાળ કાળી છે.

આ પણ વાંચો - વન રક્ષકની પરીક્ષા 12થી 2 દરમિયાન હતી, 1.15 કલાકે સોશિયલ મીડિયામાં ફરતું હતું: યુવરાજસિંહ

સ્પર્ધાત્મક પરીક્ષાઓના 10થી 11 પેપર ફૂટ્યા છે. આપ વચન આપે છે કે પેપર કઈ રીતે લેવું તે અમે શીખવાડીએ. આ ઘટનાની નિવૃત્ત જજ સાથે તપાસ કરાવવા અમે માંગ કરીએ છીએ. આવી ઘટનાઓમાં ભાજપ હવે યોગ્ય પગલાં નહીં લે તો આપ ઉગ્ર આંદોલન કરશે.

આ ઉપરાંત રાજ્યમાં સ્કૂલોની સ્થિતિ અંગે તેઓએ જણાવ્યું કે વિધાનસભામાં તમે સ્વીકાર કર્યો છે કે 700 સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે. હું જીતુ વાઘાણીને દિલ્હીની સ્કૂલોમાં પધારવાનું આમંત્રણ આપું છું. દિલ્હીમાં એરપોર્ટ પણ તમારું સ્વાગત કરીશું. નહીં તો મનીષ સિસોદીયાને અહીં બોલાવો. ચાલો તમે કહો તે ગામડામાં જઈએ તે સ્કૂલઆ જઈએ. 500 સ્કૂલ એવી બતાવું જ્યાં ઓરડા સારા નથી. એવું હોય તો ચેલેન્જ સ્વીકારો.

ગુજરાતમાં પરીક્ષા લેવાય તે પહેલા જ પેપરો ફૂટી (Paper Leak) જવાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ અવારનવાર પેપરો ફૂટી રહ્યા છે. આજે રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઊંઝા (Unjha)ના ઉનાવા ગામે આવેલ મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ થઇ રહ્યા છે. મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલની આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડ્યા છે અને આ મામલે રાજનીતિ પણ ગરમાઇ ગઇ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Exam, Isudan Gadhvi, Paper leak

આગામી સમાચાર