કપરા સમયમાં સીએનજી અને પીએનજીના વેટમાં ઘટાડાનો નિર્ણય
Gujarat Budget 2023: ગુજરાતનું સૌથી મોટું બજેટ વર્ષ 2023માં રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યનું કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણમાં સૌથી વધુ 43,651 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ એસટી બસમાં મફતમાં મુસાફરીનો લાભની પણ વાત બજેટમાં કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે એક ન પણ રચાયો છે. રાજ્યનું કુલ 3 લાખ 1 હજાર અને 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણમાં સૌથી વધુ 43,651 કરોડની ફાળવણી કરવામાં આવી છે. દિવ્યાંગ એસટી બસમાં મફતમાં મુસાફરીનો લાભની પણ વાત બજેટમાં કરવામાં આવી હતી. કોરોનાના સમયગાળા દરમિયાન નાગરિકોને ભારે હાલાકી ભોગવવાની સાથે આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું હતું. આ મુદ્દાનો ઉલ્લેખ કરીને ગુજરાતના બજેટમાં કનુભાઈ દેસાઈએ CNG અને PNGના મૂલ્યવર્ધિત વેરા (Value Added Tax)માં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. આ સાથે લોકોની અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ તથા સ્ટેમ્પ ડ્યુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત વેરાના દરોમાં રાહત આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડાનો ઉલ્લેખ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ CNG અને PNGનો વપરાશ કરનારા લોકો માટે કપરા સમયમાં કરાયેલા ઘટાડા અંગે વાત કરતા જણાવ્યું છે કે, "ગૃહિણીઓ અને નાગરિકોને વિશેષ સહાયતા આપવા માટે ઘરેલુ વપરાશ માટેના PNG અને ઓટોમોબાઈલમાં વપરાતાં CNG ઉપરના મુલ્યવર્ધિત વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો." આ ઘટનાથી સીએનજી અને પીએનજીના વપરાશકર્તાઓ ફાયદો થયો. તેમના ખિસ્સા પર પરતા ભારણમાં ઘટાડો થયો છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, આ ઘટાડાથી લોકોને વાર્ષિક આશરે 1000 કરોડની રાહત થઈ છે. આ સાથે અન્ય કેટલાક મહત્વના નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્યા છે. વેલ્યુ એડેડ ટેક્સમાં ઘટાડો કરવાથી સરકારની આવકમાં ઘટાડો થયો.
આ સાથે બજેટમાં જણાવવામાં આવ્યું છે કે, વીજળી શુલ્ક એ રાજ્યનો અગત્નો મહેસૂલી આવકનો સ્ત્રોત છે. ઉર્જાની ઉત્તરોત્તર વધતી જરૂરિયાતના કારણે સ્ત્રોતમાંથી મળતી મહેસૂલ આવકમાં વધારો થવાની સંભાવના છે. જેના કારણે વીજળી શુલ્કની વહીવટી બાબતોને સુગ્રથિત કરી સરળતા લાવવા માટે અને અમલીકરણની કામગીરીમાં ITનો ઉપયોગ કરવાની જરુરિયાત છે.