Home /News /gujarat /honey trap!વાપીનો ચેતવણી રૂપ કિસ્સો, સોશિયલ મીડિયા ઉપય અજાણી મહિલા સાથે દોસ્તી કરી યુવક ભારે પસ્તાયો

honey trap!વાપીનો ચેતવણી રૂપ કિસ્સો, સોશિયલ મીડિયા ઉપય અજાણી મહિલા સાથે દોસ્તી કરી યુવક ભારે પસ્તાયો

પકડાયેલા આરોપીની તસવીર

vapi crime news: મહિલા સાથે મિત્ર (friendship with woman) બન્યા બાદ વાપીનો એક યુવક  હનીટ્રેપનો (honey trap) શિકાર બન્યો હતો. એક મહિલા અને એક પુરુષે આ યુવકને હનીટ્રેપમાં  ફસાવી રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી.

    ભરતસિંહ વાઢેર, વાપી: જો આપે વોટ્સ અપ (whats app), ફેસબુક (facebook) કે અન્ય સોશિયલ મીડિયાના (social media plate form) માધ્યમથી અજાણી મહિલાઓ કે યુવતીઓ સાથે જો મિત્રતા (friendship) કરી છે તો સાવધાન થઈ જજો. કારણ કે સોશિયલ મીડિયા પર અજાણી  મહિલાઓ સાથે મિત્રતા કરવી કયારેક આપને  ભારે પણ પડી શકે છે. વાપીમાં પણ એક યુવકને સોશિયલ મીડિયાના (social media) માધ્યમથી એક અજાણી મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી છે.

    મહિલા સાથે મિત્ર (friendship with woman) બન્યા બાદ વાપીનો એક યુવક  હનીટ્રેપનો (honey trap) શિકાર બન્યો હતો. એક મહિલા અને એક પુરુષે આ યુવકને હની ટ્રેપમાં  ફસાવી રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી. જોકે ભોગ બનેલ યુવકે પોલીસનું શરણ લીધું હતું. વાપી પોલીસે હનીટ્રેપના મુખ્ય ષડયંત્રકારી એક  આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે ..ત્યારે આવો બતાવીએ કેવી રીતે આ યુવક હની ટ્રેપનો શિકાર બન્યો હતો?? અને કોણ છે આ ગેંગ જે વાપીમાં હનિટ્રેપની  જાળ બિછાવીને લોકોને ફસાવી રહી છે.

    ઔદ્યોગિક નગરી વાપીમાં છેલ્લા કેટલાક સમયથી હનીટ્રેપ કરતી એક ગેંગ સક્રિય થઇ છે. whatsapp, facebook, instagram જેવી સોશિયલ મીડિયા સાઇટ પર આ ગેંગની કેટલીક મહિલાઓ  યુવકો અને જાણીતા લોકો ને મિત્ર બનાવી અને પોતાની જાળમાં ફસાવે છે. સોશિયલ મીડિયા પર મિત્ર બનાવ્યા બાદ આ ગેંગ પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. અને હનીટ્રેપની જાળ બિછાવે છે. જેમાં ફસાતા યુવકો અને લોકો પાસેથી લાખો રૂપિયાની માંગ કરે છે. ત્યારે વાપીમાં પણ એક યુવકને એક અજાણી મહિલાએ whatsapp પર hi.. લખી મેસેજ કર્યો  હતો.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ડીસા-રાધનપુર હાઈવે પર છકડો અને કાર વચ્ચે Accident, સાસુ-વહુનું ઘટના સ્થળે મોત, 13 ઈજાગ્રસ્ત

    મેસેજ લખ્યા  બાદ મહિલાએ ભૂલથી મેસેજ થયો હોવાનું જણાવી યુવક સાથે ફોન પર  વાતચીત કરી હતી. અને ત્યારબાદ રોંગ નંબર થી મેસેજ થયો હોવાનું જણાવી શરૂ થયેલી અજાણી મહિલા સાથેની મિત્રતા આગળ વધી અને બંને રોજ એકબીજા સાથે વાતચીત કરવાની શરૂ કરી. પોતાનું નામ સીમા જણાવી  વલસાડના પાલી હિલ વિસ્તાર માં રહેતી હોવાની મહિલાએ યુવક ને પરિચય આપ્યો હતો. વાતચીતના થોડા દિવસ બાદ સીમા નામની એ મહિલાએ  યુવકને એકાંતની પળો માણવા વાપી હાઈવે પર આવેલી એક બિલ્ડિંગમાં બોલાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-Narmada: લગ્નમાં જાન આવી પણ વરરાજા નહીં, રાઠોડ પરિવારે દીકરીને ખાંડુ પ્રથાથી સાસરી વળાવી

    જ્યાં મળ્યા બાદ  એકાંતની પળો અને રંગરેલીયા મનાવી બંને છુટા પડ્યા હતા. અઠવાડિયા બાદ આ યુવકને વાપીમાં જ્વેલર્સ તરીકે કામ કરતાં લલિત સોની નામનો એક વ્યક્તિ યુવકને મળે છે. અને યુવકે મહિલા સાથે માણેલી અંગત પળોનો વીડિયો યુવકને બતાવી અને તેના પરિવારજનોને આ વીડિયો મોકલી દેવાની ધમકી આપી હતી. સાથે જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવાની ધમકી આપી પતાવટ માટે  રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી.

    યુવક 5 લાખ જેટલી રકમ ચૂકવી શકે તેમ ન હોવાથી આખરે તેણે પોલીસનું શરણ લીધું.. અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતે હનીટ્રેપ નો શિકાર બન્યો છે. આવી રજૂઆત કરી અને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. આથી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે.સરવૈયા અને તેમની ટીમે પણ યુવક ની  ફરિયાદ દાખલ કરી હતી. અને ગણતરીના સમયમાં વાપીમાં જ્વેલર્સનું કામ કરતાં લલિત સોની નામના આરોપીને વ્યક્તિની દબોચી લીધો હતો.

    આ પણ વાંચોઃ-OMG! કારમાં બેઠેલી વૃદ્ધાને આંગળી કરવી યુવકને ભારે પડી, થયો જેલ ભેગો

    લલિત સોની નામનો વ્યક્તિ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. આરોપી  લલિત સોની એ જ વાપીમાં સીમા તરિકે ઓળખ આપતી  મહિલા સાથે મળી અને આ યુવકને હનીટ્રેપ માં ફસાવવાનું ષડયંત્ર  રચ્યું હતું. પતાવટ  માટે રૂપિયા પાંચ લાખની માંગ કરી હતી. વાપી ટાઉન પોલીસે અત્યારે હનીટ્રેપ મામલામાં મુખ્ય ષડયંત્રકારી લલિત સોની નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે યુવકને હનીટ્રેપમાં ફસાવનાર સીમા નામની મહિલા હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આથી પોલીસે સીમા સુધી પહોંચવા તમામ દિશામાં તપાસ તેજ કરી છે. જોકે અત્યારે તો પોલીસની સામે આ ગેંગે આચરેલા  એક ગુના ની હકીકત સામે આવી છે.

    આ પણ વાંચોઃ-OMG! 5 વર્ષની દીકરીના રમકડામાં માતાને મળ્યા રૂ.20 હજાર! પૂછતા છોકરીએ આપ્યો આવો જવાબ

    પરંતુ આરોપી લલિત સોની અગાઉ પણ વાપીમાં હનીટ્રેપની ગેંગ ચલાવતી એક નામચીન મહિલા સાથે સંપર્કમાં હોવાનું બહાર આવી ચૂક્યું છે. ત્યારે વાપીમાં  સામાજિક અને રાજકીય અગ્રણીઓ સાથે સારા ઘરના યુવકોને હનીટ્રેપ માં ફસાવતી ગેંગ ફરી વખત  સક્રિય થઇ છે.. આથી આ ગેંગે આવા કેટલા લોકોને પોતાની ટ્રેપ માં ફસાવ્યા છે.?? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આગામી સમયમાં આ ગેંગે આચરેલા અન્ય ગુનાઓ ના પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: CYBER CRIME, Honey trap, Valsad news, Vapi News