Home /News /gujarat /

વલસાડમાં ફરકાવાયો સૌથી ઊંચો તિરંગો, સમગ્ર રાજ્યમાં દેશભક્તિનો માહોલ

વલસાડમાં ફરકાવાયો સૌથી ઊંચો તિરંગો, સમગ્ર રાજ્યમાં દેશભક્તિનો માહોલ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો

Independence Day: નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrit mahotsav) નિમિત્તે રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે વાપીમાં નાણામંત્રીના હસ્તે જિલ્લાનો સૌથી ઉંચો તિરંગો (tricolour) ફરકાવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. જેમાં અસંખ્ય લોકો જોડાયા હતા. આ પ્રસંગે પોલીસ જવાનો અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.


    આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વાપી સહિત સમગ્ર વલસાડ (Valsad) જિલ્લામાં આ ઉત્સવને ઐતિહાસિક રીતે ઉજવવામાં આવી રહ્યો છે. આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં જિલ્લાના સૌથી ઊંચા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો. આજે વાપીની જાહેર બજારમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવી અને સલામી આપી હતી. આ પ્રસંગે વાપી આખું તિરંગામય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. વાપીના જાહેર બજારમાં રંગારંગ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં વાપીવાસીઓ ઉમટી પડ્યા હતા .લોકો સ્વયંભૂ તિરંગો લઇ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા.

    આ પણ વાંચો: હર ઘર ત્રિરંગા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કુદરતે ત્રિરંગો ફરકાવ્યો!


    સુરતમાં નીકળેલી યાત્રામાં હજારો લોકો જોડાયા


    આજે સુરતમાં મંત્રી વીનુ મોરડીયાની મહાતિરંગા યાત્રા નીકળી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વીનુ મોરડીયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં 40 હજારથી વધુ લોકોએ હાથમાં તિરંગા રાખી પદયાત્રા કરી હતી. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી પહોંચી હતી. આ યાત્રામાં હીરા ઉદ્યોગકારો પણ જોડાયા હતા.


    ગોંડલનું કોલીથડ ગામ દેશભક્તિના રંગે રંગાયું

    બીજી બાજુ, ગોંડલનું કોલીથડ ગામ દેશભક્તિના રંગે રંગાયું છે. કોલીથડ ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થા, તથા ગ્રામજનો દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે કોલીથડ ગામમાં ફરી હતી. 1200થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા લઈ જોડાયા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી, વીર ભગતસિંહ, સુભાષ ચંદ્ર બોઝ, મંગલ પાંડે તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીનીઓ ભારતમાતાના વેશભૂષામાં તૈયાર થયા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Gujarat News, Tricolour

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन