Home /News /gujarat /વલસાડ : વીજળી પડતાં એકનું મોત, ખેતરમાં નીંદણ કરતા હતા અને આકાશી આફત ત્રાટકી

વલસાડ : વીજળી પડતાં એકનું મોત, ખેતરમાં નીંદણ કરતા હતા અને આકાશી આફત ત્રાટકી

વલસાડ વીજળી પડતા મોત

Valsad rain : વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદી માહોલ જામ્યો હતો. ધરમપુર (Dharampur) ના સજની બરડા ગામમાં રાજીરામ લચુંભાઈ સુરકર નામમાં એક વૃદ્ધ ખેતરમાં નીંદણ કામ કરી રહ્યા હતા. એ વખતે જ અચાનક તેમના પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત (Death by lightning) નિપજ્યું

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ (Valsad Rain) વરસ્યો હતો. ભારે વરસાદમાં વીજળી પડતા ધરમપુર તાલુકા (Dharmpur) ના સજની બરડા ગામમાં એક વૃદ્ધનું મોત નીપજયું હતુ. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ગમગીની નો માહોલ છે. વીજળી પડતા મોત (Death by lightning) ને ભેટેલા વૃદ્ધના મૃતદેહ ને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

    વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના વાપી વલસાડ ધરમપુર કપરાડા અને ઉમરગામ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.

    એવામાં ધરમપુર તાલુકામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદી માહોલ જામ્યો હતો, ધરમપુરના સજની બરડા ગામમાં રાજીરામ લચુંભાઈ સુરકર નામમાં એક વૃદ્ધ ખેતરમાં નીંદણ કામ કરી રહ્યા હતા. એ વખતે જ અચાનક તેમના પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ.

    આ પણ વાંચોછોકરાઓ શું ધોતી પહેરવા માંગે તો મંજુરી આપવી જોઈએ? હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

    બનાવની જાણ થતાં જ ગામમાં દોડધામ મચી ગઈ હતી. અને મૃતકના મૃતદેહને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આમ જિલ્લાના ધરમપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની માહોલમાં સજની બરડા ગામમાં વીજળી પડતાં એક વૃદ્ધ ના મોત નિપજતાં પોલીસ સહિત તંત્ર ના સંબંધિત વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: South Gujarat Rain, Valsad, Valsad City, Valsad district, Valsad latest gujarati news, Valsad news, વરસાદ, વલસાડ, વીજળી પડતા મોત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन