વાઘેથા-પ્રતાપપરાના ગ્રામજનો પડતર પ્રશ્નોને લઈને ગ્રામસભાનો બહિષ્કાર કર્યો
વાઘેથા-પ્રતાપપરાના ગ્રામજનો પડતર પ્રશ્નોને લઈને ગ્રામસભાનો બહિષ્કાર કર્યો
નર્મદા જીલ્લાના નાનકડા એવા વાઘેથા અને પ્રતાપપરા ગામને જોડતો પૂલ બનાવવા 3 વર્ષથી ગ્રામજનો માંગ કરી હતી. જો કે આ આગાઉ વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો છતાં કોઇ ઉકેલ નહીં આવતા અંતે ગ્રામજનો વિફર્યા હતા.

નર્મદા : નર્મદા જીલ્લાના નાનકડા એવા વાઘેથા અને પ્રતાપપરા ગામને જોડતો પૂલ બનાવવા 3 વર્ષથી ગ્રામજનો માંગ કરી હતી. જો કે આ આગાઉ વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો છતાં કોઇ ઉકેલ નહીં આવતા અંતે ગ્રામજનો વિફર્યા હતા.
આજે મંગળવારે યોજાવાની ગ્રામસભાનો બહિષ્કાર જાહેર કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રાજુઆત કરી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી અને ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો સાથે જ ગ્રામપંચાયત ભવનના મકાનને તાળાબાંધી પણ કરી દેવામાં આવી હતી.
ગઈકાલે ગ્રામજનો દ્વારા ડીડીઓ અને કલેકટરને આ અંગે જાણ કરવા છતાં તંત્રએ કોઈ વાત ધ્યાને લીધી ન હતી અને અધિકારીઓને ગ્રામ સભા માટે મોકલી આપ્યા પરંતુ તેઓની વાત ગ્રામજનોએ ના સ્વીકારી અને અધિકારીઓને રીતસરના ગ્રામપંચાયત ભવનમાંથી બહાર કાઢી ગ્રામસભાનો બહિષ્કાર કરી તાળાબંઘી કરી અને બહાર બોર્ડ પણ માર્યુ હતુ કે, આજની ગ્રામસભાનો વિરોધ કરીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર