ઘરે ઘરે જઈને શહેરીજનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહિ, તેની તપાસ કરી રહ્યા છે
vadodara vaccination: દેશભરમાં વેક્સિનેશનનો આંકડો 125 કરોડને પાર કરી ચુક્યો છે. અને આવનાર સમયમાં દેશમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
વડોદરાઃ દેશભરમાં વેક્સિનેશનનો (vaccination) આંકડો 125 કરોડને પાર કરી ચુક્યો છે. અને આવનાર સમયમાં દેશમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જેના માટે ભાજપ (BJP) દ્વારા હર ઘર દસ્તક શરૂ કરવામાં આવેલ છે. તથા ભાજપના કાર્યકરોએ ઘરે ઘરે જઈને શહેરીજનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહિ, તેની તપાસ કરી રહ્યા છે.
એવામાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલ તરફથી હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત વારસિયા રિંગ રોડ પર આવેલ ઘણી સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને બધાએ વેક્સિનના બંને ડોઝ લીધા કે નહિ, તેની તપાસ કરી. આવનાર સમયમાં ભાજપના કાર્યકરો દ્વારા બાકી રહેલા તમામ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ ને આ તપાસ કરશે. શહેરીજનોને ખાસ સૂચન કે, જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો ના હોય તે ટૂંક સમયમાં લઈ લે.