Home /News /gujarat /નડિયાદમાં બાળક લે-વેચના રેકેટનો પર્દાફાશ, મહિલા પીએસઆઇએ ડમી માતા બની આવી રીતે આરોપીઓ પકડ્યા

નડિયાદમાં બાળક લે-વેચના રેકેટનો પર્દાફાશ, મહિલા પીએસઆઇએ ડમી માતા બની આવી રીતે આરોપીઓ પકડ્યા

નડિયાદમાં બાળક લે-વેચના રેકેટનો પર્દાફાશ, મહિલા પીએસઆઇએ ડમી માતા બની આવી રીતે આરોપીઓ પકડ્યા

Crime News- પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાયા બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં વેચાણ કરવામાં આવતું

  જનક જાગીરદાર, ખેડા : આધુનિક સમયમાં હવે ગુનાઓના (Crime News)રૂપ બદલાયા છે. નડિયાદમાં (Nadiad)કાળજું કંપાવી જાય તેવા ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં માવતરે મોટી રકમની લાલચમાં પોતાના કુખે જન્મેલા બાળકનું જ વેચાણ કરી દેતાં ચકચાર જાગી છે. તો આવા બાળકોને લાખો રૂપિયામાં વેચાણ કરતાં રેકેટનો (Child trafficking racket)નડિયાદ એસઓજી પોલીસે (Nadiad SOG Police)પર્દાફાશ કર્યો છે. મહિલા પીએસઆઇએ (PSI) પોલીસે ડમી માવતર તરીકે ઓળખ આપી સમગ્ર પ્રકરણને ખુલ્લો પાડ્યો છે. આ રેકેટમાં સામેલ નડિયાદની ત્રણ મહિલાઓની રંગે હાથે ઝડપી લીધી છે. જ્યારે આ ઘટનામાં સામેલ પરપ્રાંતિય માવતરની પણ પોલીસે અટકાયત કરી આમ કુલ ચાર મહિલાઓ સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.

  નડિયાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે ગતરોજ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મૂળ બહારની અને હાલ નડિયાદ સ્થાઈ થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા (રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ) ત્યાં આવવાના છે. આ મહિલા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાવે છે. જે બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી મળી હતી.

  જેથી પોલીસે ટાઉન પોલીસને જાણ કરતાં અહીંયા ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ. આર.ડી.ચૌધરી તથા અન્ય બે વુમન કોન્સ્ટેબલની આ કેસમાં મદદ મેળવાઈ હતી. મહિલા પીએસઆઇ ડમી માતા બની આ મહિલાને મળવા ગઈ હતી. આ દરમિયાન અહીંયા માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ (રહે.કિશન સમોસાનો ખાંચો, વાણીયાવડ, નડિયાદ) અને પુષ્પાબેન સંદિપ પટેલીયા (રહે. રામાદૂધાની ચાલી, મીલ રોડ, નડિયાદ) પણ હાજર હતી. આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે તેવી વાત કરતાં આ ત્રણેય મહિલાઓએ ઘુસપુસ કરી થોડી વાર ઉભા રહો અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કરાયો હતો.

  આ પણ વાંચો - અમદાવાદ : હાર્ડવેરના વેપારીએ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો, છ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

  જે પછી આ ત્રણ પૈકી એક મહિલા બાળક લઈને આવી હતી. જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી. જે પછી પૂછપરછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટેલમાં રોકાઈ છે. તેનું હોવાનું જણાવ્યું છે. આથી પોલીસે આ ત્રણેય મહિલાઓને સાથે રાખી ઉપરોક્ત હોટેલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરી છે. જેમાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ (રહે. નાગપુર) હોવાનું કબુલ્યું છે.

  વધુમાં રાધિકાએ જણાવ્યું હતું કે મારે પૈસાની ઘણી જરૂર હોવાથી અમારા વચ્ચે સંપર્ક થતાં અમે રૂપિયા દોઢ લાખમાં બાળકનો સોદો કર્યો હતો. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત ત્રણેય મહિલાઓની પૂછપરછમાં પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડિલિવરી કરાયા બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં વેચાણ કરાતું હોવાની કેફિયત કબૂલી છે. પોલીસે ઉપરોક્ત ત્રણેય મહિલાઓ સાથે પરપ્રાંતિય માવતરની અટકાયત કરી આઈપીસી 370, 144, 120B, 511 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જોકે પોલીસ આ કેસમાં ઊંડી ઉતરી તપાસ આદરે તો હજુ પણ કેટલાક લોકોના નામ ખુલે એમ છે. પોલીસ આ તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
  " isDesktop="true" id="1126037" >

  મજબૂરીનો ફાયદો ઉઠાવી આવા લોકો ગરીબ વર્ગની મહિલાને આ બાબતે સમજાવી આ કૃત્યને અંજામ આપતાં હોય છે. જેમાં દોઢ લાખ ગર્ભધારણ મહિલાને આપવામાં આવે છે અને ડિલિવરી બાદ તેના બાળકને 6 લાખ કે તેથી વધુની કિંમતમાં વેચાણ કરી નફો મેળવતાં હોય છે. આવી સોદા બાજી આચરી આ ગુનાહિત કાવતરાને પાર પાડવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Nadiad, ગુનો

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन