Home /News /gujarat /

અમેરિકામાં પેટ્રોલ પંમ્પ ચલાવતા વડોદરાના NRIની ગોળી મારી હત્યા

અમેરિકામાં પેટ્રોલ પંમ્પ ચલાવતા વડોદરાના NRIની ગોળી મારી હત્યા

    મૂળ વડોદરાના વાડી હનુમાન પોળના રહેવાસી અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા હરિકૃષ્ણ હસમુખલાલ મિસ્ત્રી ઉર્ફે હેરીને અજાણ્યા શખ્શોએ ગોળી મારી દેતાં મોત થયું છે. 51 વર્ષીય હેરી ઉર્ફે હરિપ્રસાદ છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. એટલાન્ટાના જ્યોર્જિયામાં તેઓ પત્ની શિતલ, પુત્ર નેન્સી અને પુત્ર નયન સાથે રહેતા હતા. હરિપ્રસાદ એટલાન્ટા નજીક જ્યોર્જિયામાં પેટ્રોલ પંપ અને સ્ટોરની માલિકી ધરાવતા હતા.

    ગત શનિવારે હેરી બપોરે ખરીદી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કાર પાર્કિંગમાં અજાણ્યા શખ્શોએ તેમના પર ફાયરિંગ કરતાં હરિપ્રસાદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે હરિપ્રસાદના પરિવારજનોને તાત્કાલિક ઘટના અંગે જાણ કરી હતી. અમેરિકન પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે વડોદરામાં રહેતા હરિપ્રદાસના મોટાંભાઇ નંદકિશોર મિસ્ત્રીને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વડોદરામાં રહેતા મિસ્ત્રી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.



    હરિપ્રસાદ બે મહિના પહેલાં જ વડોદરા આવીને પરિવારજનોને મળીને પરત અમેરિકા ગયા હતા. હરિપ્રસાદેને મોટાંભાઇને પગે લાગી તેઓનો આભાર માન્યો હતો. કારણ કે, માત્ર 12 ધોરણ સુધી ભણેલા હેરીની જીંદગી બનાવવા માટે મોટાંભાઇએ કષ્ટ ઉઠાવીને તેઓને વિદેશ મોકલવામાં તમામ પ્રકારની મદદ કરી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: એનઆરઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन