અંકિત, ઘોનસીકર વડોદરા : વડોદરામાં (vadodara) આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ટાણે જ વિવાદ થયો છે. સવારથી ચાલી રહેલા મતદાન દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ (MP Ranjanben Bhatt) શાળામાં ચાલી રહેલી વોટિંગ (Booth) પ્રક્રિયા દરમિયાન આઈ-કાર્ડ વગર બુથમાં જતા વિવાદ થયો હતો. એક વ્યક્તિએ વીડિયો (video) બનાવી અને તેમનો વિરોધ કર્યો હતો અને બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાની વિનંતી કરી હતી. જોકે, આ વ્યક્તિએ સતત વિરોધ કર્યો તેમ છતાં સાંસદ તો બુથમાં જતા રહ્યા હતા અને તેમને કોઈએ અટકાવ્યા નહોતા
બનાવની વિગત એવી છે કે વડોદરા જિલ્લાના સાંસદ રંજનબેન ભટ્ટ શહેરની નુતન સ્કૂલનાં બુથમાં પ્રવેશ્યા હતા.સાંસદનાં પ્રવેશતાની સાથે જ જાગૃત મતદારોએ કર્યો વિરોધ કર્યો હતો. એક જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો.
આઇકાર્ડ વિના મતદાન બુથમાં પ્રવેશ્યાનો આક્ષેપ કરતા આ નાગરિકે સાંસદને લાઇવ વીડિયોમાં કહ્યું હતું કે 'ઓ બેન અંદર ના જવાય તમારાથી, તમારા જોડે આઇકાર્ડ છે. અધિકારીઓ કોણ છે અહીંયા બહાર કાઢો એમને'
આ પણ વાંચો : Gujarat Local Body Elections : ગૃહમંત્રી અમિત શાહથી લઈને રાજકોટના રાજવી સુધી વિવિધ ક્ષેત્રના આગેવાનોએ કર્યુ મતદાન
જોકે, આ વીડિયોમાં સાંસદ રંજનબેન ભટ્ટ આઈકાર્ડ વગર જ બુથમાં જવામાં સફળ રહ્યા હતા. નેતા હોય કે સામાન્ય વ્યક્તિ કે પછી ધારાસભ્ય સાંસદ કે મંત્રી દેશમાં ચૂંટણી પંચની આચાર સંહિતા અને કાયદો સૌના માટે સમાન છે ત્યારે આ નાગરિકે રંજનબેન ભટ્ટે સત્તાનો દુરઉપયોગ કરી અને મનમાની કરી હોવાનો આક્ષેપ આ વીડિયો દ્વારા કરવામાં આવ્યો હતો. બનાવની ગણતરીની મિનિટોમા ંજ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
આ પણ વાંચો : રાજકોટ : કૉંગ્રેસની મહિલા કાર્યકરના ઘરમાંથી ઝડપાયો આલિશાન 'બાર,' ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
મતદાન દિવસે વડોદરાનાં વોર્ડ 1માં વિવાદ
તો મતદાનના દિવસે વડોદરામાં વોર્ડ નંબર એકમાં પણ વિવાદ થયો હતો. અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંપ્રદાયની આડમાં ભાજપનાં પ્રચારનો આક્ષેપ સંતો પર કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનનાં નામે પ્રચારનો આરોપ લાગ્યો હતો. સરદારનગર સોસા.માં અનુયાયીઓ પહોંચતાં વિવાદ થયો હતો. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે વિરોધ કરી અનુયાયીઓને ભગાડ્યા હતા. વડોદરામાં ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો સામસામે આવી ગયાં