Home /News /gujarat /Vadgam Election Result 2022: વડગામની સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જૂજ મતથી જિગ્નેશ મેવાણી પાછળ

Vadgam Election Result 2022: વડગામની સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જૂજ મતથી જિગ્નેશ મેવાણી પાછળ

વડગામ સીટ પરના પરિણામ

Gujarat Vadgam Election Result 2022: વડગામ વિધાનસભા સીટ પરથી ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા 34168 વોટથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી દલિત નેતા જિગ્નેશ મેવાણી બીજા નંબર છે.

    વડગામ: વડગામ વિધાનસભા સીટ પરથી ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલા 34168 વોટથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી દલિત નેતા જિગ્નેશ મેવાણી બીજા નંબર છે, જેઓ 33081 વોટથી આગળ ચાલી રહ્યા છે. જેમને 45.13 ટકા વોટ મળ્યા છે, જ્યારે ભાજપના મણિભાઈ વાઘેલાને અહીં 46.61 ટકા વોટ મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી દલપત ભાઈ 2596 વોટ મળ્યા છે. જ્યરે નોટામાં અત્યાર સુધીમાં 994 વોટ પડ્યા છે. આપને જણાવી દઈએ કે, આ સીટ એસસી માટે અનામત સીટ છે.


    2017માં જિગ્નેશ મેવાણી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા


    2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણી જિત્યા હતા. ત્યારે અહીંથી જિગ્નેશે ભાજપના ચક્રવર્તી વિજય કુમારને 19696 વોટથી હરાવ્યા હતા.જિગ્નેશને વોટ શેર 55.22 ટકા વોટ મળ્યા હતા. બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થઈ ગયા હતા. 2012માં વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસ ઉમેદવાર અને હાલના ભાજપ ઉમેદવાર મણિલાલ વાઘેલાએ જીત નોંધાવી હતી.

    એસસી વોટર લગભગ 17 ટકા


    બનાસકાંઠાની વડગામ સીટ એસસી માટે અનામત સીટ છે. અહીં એસસીના કુલ 17 ટકા વોટ છે. અહીં કુલ મતદારોની સંખ્યા 2,95,281 છે, જેમાં 1,50,173 પુરુષ અને 1,45,107 મહિલા વોટર તથા 1 અન્ય વોટર છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Jignesh Mevani

    विज्ञापन
    विज्ञापन