સર્વે કરી 0 થી 5.9 માસના બાળકોની ગણતરી
ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરી 0 થી 5.9 માસના બાળકોની ગણતરી કરવામાં હતી. પ્રથમ રાઉન્ડ દરમ્યાન પેન્ટા વેલેન્ટ, રોટા વાઈરસ, પી.સી.વી. મિઝલ્સ રૂબેલા 1 અને 2 અને ડી.પી.ટી. બુસ્ટર-1 જેવા રોગ સામે રસીકરણ કરવામાં આવશે.
19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન વીકની ઉજવણી
ભરૂચ જિલ્લામાં રસીકરણ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી તા. 19 ડિસેમ્બર 2022 થી તા. 24 ડિસેમ્બર 2022 દરમિયાન સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન વીકની પ્રથમ રાઉન્ડ ઉજવણી કરવામાં આવશે.જેમાં તમામ સ્ટાફ ખડેપગે સેવા આપશે.
આવો સૌના સહિયારા પ્રયાસથી બાળકોને રસી અપાવીએનું સૂત્ર
જિલ્લામાં આવો સૌના સહિયારા પ્રયાસથી બાળકોને રસી અપાવીએ અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનીએના સુત્ર સાથે સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન વીકની ઉજવણી કરવામાં આવશે.તેમજ રસીથી વંચિત રહી ગયેલા કુલ 233 જેટલા (191 આઉટરીચ, 42 મોબાઈલ શેસન) બાળકોને અને સર્વે કામગીરી થયા બાદ અન્ય સ્થળેથી કે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા કુટુંબોનાં રસીકરણથી વંચિત બાળકોને પણ આવરી લઈ રસીકરણ કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Doctors, Local 18