હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 2266 જગ્યા પર ભરતી

યુનિવર્સિટીને સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જુદી જુદી પોસ્ટ પર જગ્યા ભરવામાં આવશે.

કોલેજના શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે આવેદન કરવાની છેલ્લી તારીખ 13-14 જુલાઇ

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની 2266 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તમામ જગ્યાઓ માટે વોકઇન ઇન્ટરવ્યૂ દ્વારા જગ્યા ભરવામાં આવશે. યુનિવર્સિટીની કોલેજમાં આચાર્ય, આસિટન્ટ પ્રોફેસર, લાયબ્રેરીયન, ટ્યૂટર, ઉપ આચાર્ય, તેમજ પી.ટી.આઈની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે.

  યુનિવર્સિટીની જાહેરાત મુજબ પ્રિન્સિપાલની 195 જગ્યા ખાલી પડેલી છે જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરનિી 1669 જગ્યા ખાલી પડેલી છે. ઉપ આચાર્યની 8 જગ્યાઓ જ્યારે લાયબ્રેરીયનની 93 જગ્યાઓ ખાલી પડી છે અને P.T.Iની 78 જગ્યા ખાલી પડેલી છે. આ તમામ જગ્યા પર આવેદન કરી શકાશે

  આ પણ વાંચો :  અમરેલીઃ ગામડાની આ શાળામાં શહેરના વિદ્યાર્થીઓ ભણવા આવે છે

  આવેદન કરવા માટે
  હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની જાહેરાત મુજબ તમામ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ છે. જેમાં આવેદન કરવા માટેની લાયકાત યુનિવર્સિટીના નોટિફિકેશન પર આપવામાં આવેલી છે. આ નોટિફિકેશન યુનિવર્સિટીની વેબસાઇટ http://www.ngu.ac.in પરથી ક્લિક કરીને જાણી શકાશે.

  વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ
  યુનિર્સિટીના નોટિફિકેશન મુજબ આગામી 13-14 જુલાઇના રોજ રાખવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે યુજીસીના નિયમ મુજબ ઉમેદવારોએ જરૂરી સર્ટિફિકેટ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
  Published by:Jay Mishra
  First published: