ઉત્તરાખંડમાં ચાલુ રહેશે રાષ્ટ્રપતિ શાસન,સુપ્રીમે કેન્દ્ર સરકારને પુછ્યા સાત સવાલ

News18 Gujarati | Pradesh18
Updated: April 28, 2016, 12:50 PM IST
ઉત્તરાખંડમાં ચાલુ રહેશે રાષ્ટ્રપતિ શાસન,સુપ્રીમે કેન્દ્ર સરકારને પુછ્યા સાત સવાલ
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન ચાલુ રહેશે. આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા 29એપ્રિલે વિશ્વાસમત પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે હવે 3 મેના દિવસે આ મામલાની સુનાવણી કરીશું, ત્યાં સુધી યથાવત સ્થીતી બની રહેશે.

  • Pradesh18
  • Last Updated: April 28, 2016, 12:50 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન ચાલુ રહેશે. આજે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા 29એપ્રિલે વિશ્વાસમત પર રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે હવે 3 મેના દિવસે આ મામલાની સુનાવણી કરીશું, ત્યાં સુધી યથાવત સ્થીતી બની રહેશે.

કોર્ટે આ સાથે જ કેન્દ્રને સાત સવાલો પુછ્યા હતા

શું રાજ્યપાલે આર્ટિકલ 175(2) અનુસાર જે રીતે ફ્લોર ટેસ્ટનો મેસેજ કર્યો, એ રીતે સંદેશ મોકલી શકાય?

ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની સ્પીકરના નિર્ણયથી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે?
શું રાષ્ટ્રપતિ વિધાનસભાની કાર્યવાહીનું સંજ્ઞાત 356 તરીકે લઇ શકે છે?
વિનિયોગ વિધેયકનું શું સ્તર રહ્યું, તે પાસ રહ્યું કે ફેલ, રાષ્ટ્રપતિનો આ મામલે શું રોલ છે?ફ્લોર ટેસ્ટમાં વિલંબ થવો શું રાષ્ટ્રપતિ શાસનનો આધાર બને છે?
બિલ પાસ થયું કે નહીં, તેની કાનુની પ્રક્રિયા પર કોર્ટ સુનાવણી કરી શકે છે?
લોકતંત્ર કેટલીક સ્થાયી માન્યતાઓ પર આધારિત હોય છે, તેમાં અસ્થિર હોવાનું મતલબ શું છે? એ જણાવો.
આ પહેલા આગળની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 26એપ્રીલ સુધી નૈનીતાલ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેષ કર્યો હતો કે રાષ્ટ્રપતિ શાસન હટાવી નવી સરકાર બનાવવાનો પ્રયાસ ન કરે.
આ પહેલા નૈનીતાલ હાઇકોર્ટે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું હતું. પરંતુ તેની સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં નૈનીતાલ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવ્યો હતો.
First published: April 28, 2016, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading