ફિરોજાબાદ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફિરોજાબાદ (Firozabad)માં ટીખળબાજોએ કેટલીક મહિલાઓ સાથે છેડતી (molestation) કરી. જ્યારે મહિલાની સાથે આવેલા એક યુવકે તેનો વિરોધ કર્યો તો ટીખળબાજોએ તેને ખૂબ ફટકાર્યો. તેના કારણે બજારમાં દોડાદોડી થઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બે ટીખળબાજોને કસ્ટડીમાં લઈ લીધા. પોલીસ બંને સાથે પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાઓ બજારમાં પાણીપુરી ખાઈ રહી હતી. ત્યારે ત્યાં ઊભેલા ટીખળબાજોએ મહિલાઓ પર અશ્લિલ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
મળતી જાણકારી મુજબ, મામલો ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં કંપની બાગ ચાર રસ્તાની છે. અહીં કેટલીક મહિલાઓ અને તેમના પરિવારના સભ્યો પાણીપુરી ખાઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ઊભેલા કેટલાક ટીખળબાજોએ પાણીપુરી ખાઈ રહેલી મહિલાઓ પર અશ્લિલ ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું. પાણીપુરી ખાઈ રહેલી એક મહિલાના ભાઈએ જ્યારે છેડતી કરનારાઓનો વિરોધ કર્યો તો તેઓ ઉગ્ર થઈ ગયા. તેઓએ મહિલાના ભાઈની સાથે મારઝૂડ શરૂ કરી દીધી. સૂત્રો મુજબ, બંને વચ્ચે લાંબા સમય સુધી રસ્તા પર મારામારી ચાલતી રહી.
ઘટનાસ્થળે દોડાદોડી થઈ ગઈ
આ ઘટના ભર બજારમાં ભીડની વચ્ચે થતાં દોડાદોડી થઈ ગઈ. આ દરમિયાન કોઈએ પોલીસને જાણકારી આપી દીધી. જેથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મામલાને શાંત કરાવ્યો. બંને ટિખળબાજોને કસ્ટડીમાં લઈ લીધા છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાઓ કે પછી તેમના પરિજનો જે પણ લખીને આપશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભારે ભીડની વચ્ચે થયેલી છેડતી અને મારપીટ બાદ લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો.
(રિપોર્ટ : અરવિંદ શર્મા)
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર