ઉત્તરાખંડમાં 300થી વધુ ગુજરાતી યાત્રીકો ફસાયા હોવાની શક્યતા

ગાંધીનગરઃ હાલ અધિક માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસને લઇને યાત્રા સ્થાનો પર યાત્રિકોનો ધસારો વધ્યો છે. પરંતુ હાલ ભારે વરસાદ ભક્તિમાં વિધ્નરૂપ બન્યો છે. ઉતરાખંડમાં બદ્રીકેદારના માર્ગો પર લેન્ડ સ્લાઇડિંગ થતા સમગ્ર દેશમા અંદાજે આઠ હજાર જેટલા યાત્રાળુઓ રસ્તામાં ફસાયા છે. જેમાં ત્રણસોથી વધુ ગુજરાતી યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.જોકે આ તમામ યાત્રાળુઓ હાલ સહી સલામત હોવાનુ સ્ટેટ કંટ્રોલ રુમે જણાવ્યુ છે.

ચોમાસાની શરુઆતમાં ભાવિક ભક્તો ચાર ધામની યાત્રા શરુ કરે છે. પરંતુ હાલ યાત્રાળુઓને વરસાદનુ વિધ્ન નડયુ છે. ઉત્તરાખંડમાં યાત્રાના માર્ગમાં અાવતા ત્રણ બ્રીજને નુકશાન થતા તે બંધ થયા છે તો સાથે- ભેખડો ધસી પડતા આગળનો માર્ગ પણ બંધ થઇ જતા યાત્રાળુઓ માટે આગળ પણ ન જવાય અને પાછળ પણ ન જવાય તે પ્રકારનુ ધર્મસંકટ ઉભુ થયુ હતુ.
તેવા યાત્રાળુઓને હેલીકોપ્ટર મારફતે બહાર કઢાઇને જોષીમઠ, ગોવિંદઘાટ, પાંડુકેશ્વર,વિષ્ણુપ્રયાગ, બદ્રીનાથ જેવા સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અંદાજે300 જેટલા ગુજરાતીઓનો પણ ભારે વરસાદને લઇને માર્ગમાં ફસાયા છે.
ઉત્તરાખંડમા્ં ફસાયેલા ગુજરાતીઓ માંથી હાલ માત્ર બે વ્યક્તિઓના કોલ સ્ટેટ કંટ્રોલ રુમને મલ્યા છે.અંદાજે 300 થી વધુ ગુજરાતી યાત્રીઓ હાલ ઉત્તરાખંડ માં ફસાયેલા છે. જે સબ સલામત હોવાનોદાવો હાલ તો સ્ટેટ કંટ્રોલ રુમે વ્યક્ત કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર